ઓહ! તો શાહરૂખ ખાન રક્ષાબંધન પર જોવે છે આ મહિલાની રાહ

મુંબઇ: શાહરૂખ ખાનને પશ્વિમ બંગાળ સાથે ખૂબ ગાઢ સંબંધ છે. એ આઇપીએલની ક્રિકેટ ટીન કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનો માલિક છે, અને એના કારણે એ પ્રદેશની સીએમ મમતા બેનર્જીની સાથે એક અલગ જ સંબંધ છે. મમતા બેનર્જીને શાહરૂખ ખાન બહેન માને છે અને દરેક લોકોની જેમ એને ‘દીદી’ કહીને બોલાવે છે.

તાજેતરમાં જ કલકતાતામાં પોતાની ફિ્લ્મ જબ હેરી મેટ સેજલનું પ્રમોશન કરવા પહોંચેલા શાહરૂખએ પોતાના સંબંધને લઇને ખુલાસો કર્યો. શાહરૂખે જણાવ્યું કે એ દર વર્ષે રક્ષાબંધન પર દીદી એટલે કે મમતા બેનર્જીના ફોનની રાહ જોવે છે. દર વર્ષ એક ખાસ વિશની રાહ જોવું છું. દીદી મને દર વર્ષે રાખી પર ફોન કરીને વિશ કરે છે. હું આ વર્ષે એમના ફોનની રાહ જોઇ રહ્યો છું.


હવે જોઇએ કે આ વર્ષે મમતા બેનર્જી એને ફોન કરીને વિશ કરે છે કે નહીં. શાહરૂખને કલકત્તા ટ્રીપ દરમિયાન ઇજા પણ પહોંચી હતી. એને ટ્વિટ કરીને જાણકારી આપી કે એમને ડોક્ટર પાસે જવું પડ્યું જેના કારણે પ્રમોશનલ ઇવેન્ટમાં એને મોડું થઇ ગયું.

http://sambhaavnews.com/

You might also like