ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં મોત થાય છે. આ મોત થવાના કારણોમાં સ્વચ્છ પેયજળનો અભાવ, ગંદકી, પોષણ અને પાયાની સ્વાસ્થ્ય સુવિધાઓના અભાવનો સમાવેશ થાય છે.

ર૦૧૭માં ભારતમાં ૮,૦ર,૦૦૦ નવજાત બાળકોના મોત થયા હતા. ભલે આ આંકડો પાંચ વર્ષમાં સૌથી ઓછો હોય, પરંતુ નવજાત બાળકોના મૃત્યુનો આ આંકડો દુનિયામાં સૌથી વધુ છે.

ડબ્લ્યુએચઓના વડા ડો.ગગન ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારત સરકારે નવજાત શિશુઓના મોત સામે કામ લેવા ઘણા પગલાં ભર્યાં છે. ભારતમાં દર વર્ષે ર.પ કરોડ બાળકોનો જન્મદર છે. નવજાત બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને પાંચ વર્ષમાં આ સૌથી ઓછો દર નોંધાયો છે.

પાંચ વર્ષથી નાના ૬.૦પ લાખ બાળકોએ અને પથી ૧૪ વર્ષની વય સુધીના ૧.પર લાખ બાળકોએ જીવ ગુમાવ્યા હતા. ર૦૧૭ દરમિયાન દુનિયામાં ૧પ વર્ષથી નીચેના ૬૩ લાખ બાળકો મૃત્યુ પામ્યા હતા.

નવજાત શિશુઓના મોતના મામલે બીજો નંબર નાઇજિરિયાનો આવે છે કે જ્યાં ૪,૬૬,૦૦૦ અને ત્રીજો નંબર પાકિસ્તાનનો આવે છે કે જ્યાં ૩,૩૩,૦૦૦ બાળકોના મોત થયા હતા.

You might also like