રામરાજ્યમાં કોઇ પણ કતલખાનું કાયદેસર નથી : બાબા રામદેવ

નવી દિલ્હી : યોગ ગુરૂ બાબા રામદેવે બિનકાયદેસર કતલખાના મુદ્દે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઉઠાવાયાલે પગલાઓને યોગ્ય ગણાવ્યા હતા. યોગગુરૂએ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટ પર ટ્વિટ કરીને કહ્યું કે કોઇ પણ કતલખાનું કાયદેસર નથી. ભગવાનનાં કાયદામાં તમામ કતલખાના બિનકાયદેસર છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર આવતાની સાથે જ પોતાનાં વચન અનુસાર બિનકાયદેસર કતલખાના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરી દેવાઇ છે. ત્યાર બાદ મીટ વેપારીઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત યોજી પોતાની સમસ્યાઓ અંગે તેમને માહિતી આપી હતી. જો કે ત્યાર બાદ કોર્ટે લાઇસન્સની નવી પ્રક્રિયા પર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

જેનાં જવાબમાં સરકારે કહ્યું કે બિનકાયદેસર કતલખાના છોડવામાં નહી આવે. જો કે યૂપીમાં થયેલી કાર્યવાહી બાદ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન સહિત ઘણા ભાજપ શાસિત રાજ્યોમાં બિનકાયદેસર કતલખાના વિરુદ્ધ કડક કાર્યવાહી થઇ રહી છે. બાબાએ આ મુદ્દે આધ્યાત્મ અને ભગવાન સાથે જોડીને તેને અલગ જ રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.

You might also like