અભિષેક બચ્ચનનો આગામી ફિલ્મ ‘મનમર્જિયાં’નો પ્રથમ લૂક

અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બની રહેલી મનમર્જિયાંનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતા આનંદ એલ રાય છે. અભિષેક બચ્ચન, તાપસી પન્નુ અને વિકી કૌશલ સ્ટાર આ ફિલ્મની પ્રથમ ઝલક ઘણી શાનદાર હતી અને હવે અભિષેક બચ્ચનનો એક અને નવો લુક શેર કરવામાં આવ્યો છે.

અભિષેક બચ્ચન પાઘડીના આ લૂકમાં ઘણો સારો દેખાઇ રહ્યો છે અને આ લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. અભિષેક બચ્ચનને પોતે ઇન્સ્ટાગ્રામમાં આ ફોટો શેર કર્યો છે.

અભિષેક બચ્ચન આ ફિલ્મમાં 2 વર્ષ બાદ મોટી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. અભિષેકના ચાહકો આ ફિલ્મના આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બની રહેલી મનમર્જિયાંમાં વિક્કી કૌશલ અને તાપસી પન્નુ પણ પ્રથમ વખત સાથે દેખાઇ રહ્યાં છે. આ ફિલ્મની રીલીઝની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે.

અનુરાગ કશ્યપની આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2018ના રોજ રીલીઝ થશે. ઉલ્લેખનીય છે આ જ દિવસે જેપી દત્તાની પલટન અને સુશાંત સિંહ રાજપૂત-જેકલીનની એકશન ફિલ્મ ડ્રાઇવ પણ રીલીઝ થઇ રહી છે.

You might also like