દરેક વ્યક્તિ સેફ ગેમ રમે છેઃ કંગના રાણાવત

સંવેદનશીલ અભિનય માટે પ્રખ્યાત કંગના રાણાવતના પગ આજકાલ જમીન પર પડતા નથી. સફળ ફિલ્મો આપ્યા બાદ તેણે પોતાની ફી વધારી દીધી છે. વળી, તે પસંદગીની ફિલ્મો જ કરી રહી છે. બહુ જ જલદી તે હજુ વધુ સારી ફિલ્મો અને દમદાર પાત્રોમાં જોવા મળશે.

કંગના કહે છે કે હું પહેલાંની સરખામણીમાં ઘણી સ્ટ્રોંગ પોઝિશન પર છું. શરૂઆતમાં સારું કામ મેળવવા માટે મારે સંઘર્ષ કરવો પડતો હતો. આજે મારા માટે કોઇ પણ ભૂમિકા મેળવવી અઘરી નથી. આજે મારો સંઘર્ષ ઓછો થયો છે અને સંઘર્ષનું સ્વરૂપ પણ બદલાયું છે. આજે મને કામની જરાય ચિંતા થતી નથી. મારી નજર માત્ર સારી ભૂમિકાઓ પર ટકેલી રહે છે. હું એટલું જરૂર કહીશ કે ‘ક્વીન’ માટે નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ મારા પ્રત્યે લોકોની નજર બદલાઇ છે.

સંઘર્ષ બાદ મળેલી મંજિલ પર ટકી રહેવું પણ મુશ્કેલ હોય છે. કંગના કહે છે કે બોલિવૂડમાં ભલે કલાકારનું કદ ગમે તેટલું મોટું કેમ ન હોય, પરંતુ બોલિવૂડમાં ટકી રહેવું દરેક માટે મુશ્કેલ જ છે. આ દુનિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝમાંની એક છે. ફિલ્મો બનાવવામાં ઘણા પૈસા લાગે છે.

ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કલાકારો લેવા, દર્શકો સુધી તેને પહોંચાડવું આ ખરેખર એક ક‌િઠન વ્યવસાય છે. કોઇ પણ જોખમ ઉઠાવવા ઇચ્છતું નથી. દરેક વ્યક્તિ સેફ ગેમ રમવા ઇચ્છે છે. કોઇ પણ વ્યક્તિ આજીવન એક સ્થાને ટકી શકતી નથી.

You might also like