પુરુષોમાં સ્ટેમિનાની સાથે સાથે શુક્રાણુઓમાં પણ વધારો કરશે આ નટ્સ

પુરૂષોની ડાયટ સારી હોય તો તેમની પર્સનાલિટી, સ્કિન, સ્વાસ્થ્ય પર તેની અસર દેખાય છે. પુરૂષોનો દેખાવ સારો કરવા અને બીમારીઓથી બચવા એક્સપર્ટ રોજ 1 મુઠ્ઠી અહીં જણાવેલા નટ્સ ખાવાની સલાહ આપે છે. કારણ કે તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ પુરૂષો માટે બહુ જ ફાયદાકારક હોય છે અને તેનાથી હેલ્થ પણ સારી રહે છે. ડાયટિશિયન અનુસાર, પુરૂષોની હેલ્ધ માટે નટ્સના ફાયદા:

કઈ રીતે ખાવા નટ્સ?

નટ્સને દૂધની સાથે લઈ શકો છો. તેને પાણીમાં પલાળીને પણ ખાઈ શકો છો. રોસ્ટ કરીને પણ ખાઈ શકો છો. તેને પુડિંગ અને કસ્ટર્ડમાં અથવા ફ્રૂટ સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

બદામ:
બદામમાં ફાયબર્સ, વિટામિન E અને સેલેનિયમ હોય છે. તેનાથી વજન ઓછું થાય છે અને સાથે-સાથે સ્માર્ટનેસ વધે છે.

મખાણા:
મખાણામાં કેલ્શિયમ, સારા ફેટ્સ, ફ્લેવોનોઇડ્સ હોય છે, તેનાથી હાડકાં મજબૂત થાય છે અને વજન ઘટે છે.

અખરોટ:
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઝિંક અને સેલેનિયમ હોય છે, તેનાથી સ્પર્મ કાઉન્ટમાં વધારો થાય છે અને બૉડી પણ સ્ટ્રોંગ થાય છે.

ખજૂર:
ખજૂરમાં ગ્લુકોઝ, ઝિંક અને ફ્લેવોનોઇડ્સ હોય છે. સ્ટેમિના વધાર છે અને ખજૂરના સેવનથી માથા પર ટાલ પણ પડતી નથી.

અંજીર:
અંજીરમાં ઝિંક, મેગનીઝ અને કેલ્શિયમ હોય છે. જેનાથી સ્પર્મ કાઉન્ટમાં વધારે થાય છે અને હાકડાં મજબૂત બને છે.

દ્રાશ:
દ્રાશમાં ગ્લુકોઝ, ફ્રકટોઝ અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. શરીરમાંથી નબળાઇ દૂર થાય છે અને પિંપલ્સ પર દૂર થાય છે.

મગફળી:
મગફળીમાં પ્રોટીન, વિટામિન B6 અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. તેનાથી બાઇસેપ્સ બને છે અને મેમરી વધે છે.

You might also like