છોકરીઓ પોતાનાં બોયફ્રેન્ડથી હોય છે દૂર ત્યારે કેવાં-કેવાં કરે છે કામ

જ્યારે આપણે આપણાં કોઇ અંગત વ્યક્તિથી દૂર હોઇએ તો તેને એવાં સમયે આપણે સૌથી વધુ યાદ કરતાં હોઇએ છીએ. પરંતુ એમાંય જો કોઇ છોકરી પોતાનાં બોયફ્રેન્ડથી દૂર હોય તો તે પોતાનાં બોયફ્રેન્ડને સૌથી વધુ મિસ કરતી હોય છે. તો એવાં સમયે છોકરીઓ પોતાનાં બોયફ્રેન્ડથી દૂર હોય ત્યારે તે કેવાં કાર્યો કરતી હોય છે તેનાં વિશે આપણે વધુ જોઇએ.

ફેવરિટ ગીત સાંભળવું
છોકરીઓ જ્યારે પોતાનાં બોયફ્રેન્ડથી દૂર હોય ત્યારે તે સૌથી વધુ ઉદાસ હોય છે. ત્યારે એવાં સમયે તે પોતાનાં બોયફ્રેન્ડનાં ફેવરિટ ગીતો સાંભળી બોયફ્રેન્ડને પોતાની સાથે હોવાનો અહેસાસ કરે છે.

બોયફ્રેન્ડ સાથે સૌથી વધુ ફોન પર વાતચીત
છોકરીઓ બોયફ્રેન્ડથી દૂર હોવાંનાં લીધે બોયફ્રેન્ડને વધુ મિસ કરતી હોવાંથી તે તેની સાથે કલાકો સુધી ફોન પર વાત કરતી રહે છે જેથી બોયફ્રેન્ડથી દૂર રહેવાં હોવાનો અહેસાસ તેને નથી થતો.

બોયફ્રેન્ડનો ફોટો જોઇ આનંદની લાગણી અનુભવે
છોકરીઓ પોતાનાં બોયફ્રેન્ડને મિસ કરતી વખતે પોતાનાં બોયફ્રેન્ડ સાથે પડાવેલી તસ્વીરને અનેક કલાકો સુધી નિહાળતી રહે છે.

જાસૂસી
છોકરીઓ પોતાનાં પાર્ટનરથી દૂર હોય ત્યારે તે પોતાનાં બોયફ્રેન્ડની જાસૂસીમાં લાગી જતી હોય છે. એમનાં સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ અને કોમેન્ટ્સ પર છોકરીઓ નજર રાખતી હોય છે.

પ્રેમનો અહેસાસ કરાવનાર ફિલ્મો જોવી
સૌથી વધુ છોકરીઓ જ્યારે એકલી હોય ત્યારે તે કોઇ લવ ગીતો અને લવ જોવાં મળે તેવાં બેસ્ટ પ્રેમને પ્રગટ કરનાર ફિલ્મો હંમેશાં એકલતાનાં ટાઇમે જોતી હોય છે.

You might also like