દરેક ફિલ્મ ટર્નિંગ પોઈન્ટઃ પિયા વાજપેયી

ફિલ્મ ‘લાલરંગ’ની સાથે જ બોલિવૂડમાં પોતાની કાર‌િકર્દી શરૂ કરનારી િપયા વાજપેયીની નવી ફિલ્મ ‘મિરજા જુલિયેટ’ રિલીઝ માટે તૈયાર છે. અનેક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી પિયા અત્યાર સુધી અનેક વિજ્ઞાપનમાં પણ કામ કરી ચૂકી છે. તેણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સહિત અનેક હસ્તીઅો સાથે એડ્ ફિલ્મોમાં કામ કર્યું છે.

પિયાની અાગામી ફિલ્મ ‘મિરજા જુલિયેટ’ લવસ્ટોરી પર અાધારિત છે. તે કહે છે કે ફિલ્મના ટ્રેલર અને ગીતોને સોશિયલ મીડિયા પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મને અાશા છે કે અા ફિલ્મ દર્શકોને અાકર્ષશે. મારા માટે દરેક વસ્તુ ટર્નિંગ પોઈન્ટ હોય છે. દરેક ફિલ્મ, દરેક એડ્ ટ‌િર્નંગ પોઈન્ટ હોય છે, કેમ કે અે વસ્તુને જોઈ તમારો અાત્મવિશ્વાસ વધે છે અને તમારા પ્રોફાઈલમાં એક વસ્તુ જોડાય છે અને તેના દ્વારા જ તમને બીજું કામ મળે છે.

અો‌ડિશન તો દરેક વસ્તુ માટે અાપવાં જ પડતાં હોય છે. પિયા કહે છે કે જેટલું વધુ કામ કરો છો તેટલો તમારા અાત્મવિશ્વાસમાં વધારો થાય છે અને નવાં નવાં અોડિશન માટે તમે તૈયાર બની જાવ છો. પિયાનું કહેવું છે કે તે સહજતાથી બોલ્ડ સીન ફિલ્માવી શકે છે. પડદા પર તેની માગ હોય અને અશ્લીલતા ન લાગે તેવાં દૃશ્ય ભજવવામાં તેને વાંધો નથી. તાજેતરમાં છોકરીઅોમાં વર્જિનિટીને લઈને અાવેલા નિવેદનથી પ્રિયા ખૂબ જ ચર્ચામાં અાવી હતી.

http://sambhaavnews.com/

You might also like