રોજ એક મિનિટ દોડવાથી પણ હાડકાં મજબૂત થાય છે

ઇંગ્લેન્ડની એક્સ્ટર તથા લેસ્ટર જેવી યુનિવર્સિટીઓના સંશોધકોએ કરેલા સ્ટડી પછી જાહેર કર્યું છે કે દરરોજ માત્ર એક મિનિટ જેટલા ટૂંકા સમય સુધી કરેલી હાઇ ઇન્ટેન્સિટી એક્સર્સાઇઝથી પણ ફાયદાકારક પરિણામ મેળવી શકાય છે. દરરોજ એક મિનિટ દોડીએ તો પણ હાડકાંની તંદુરસ્તીમાં વધારો થાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ એક્સર્સાઇઝ વધુ ફાયદો આપે છે. સંશોધકોએ રપ૦૦ સ્ત્રીઓને કાંડામાં ફિટનેસ મોનિટર પહેરાવીને તેમને સરેરાશ ૬૦થી ૧ર૦ સેકન્ડ દરરોજ દોડવાની સલાહ આપેલી. ત્યાર પછી એકત્ર કરેલા ડેટાના અભ્યાસ પરથી તારણ નીકળ્યું છે કે એક મિનિટ જેટલા સમય સુધી દોડેલી સ્ત્રીઓનાં હાડકાં આના કરતાં પણ ઓછું દોડતી સ્ત્રીઓ કરતાં ૬ ટકા વધુ મજબૂત હતાં.
http://sambhaavnews.com/

You might also like