દરરોજની ચાર કપ કોફી શરીરની ત્વચા માટે ખૂબ લાભદાયક

કોફી બહુ વિવાદિત પીણું છે. કોઈક કહે છે કે એનાથી ફાયદો થાય છે તો કોઈક કહે છે કે નુકસાન થાય છે. તાજેતરમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીનાં નિષ્ણાતોનું કહેવું છે કે કોફીથી ત્વચા પર લાલ રેશિઝ અને હોટ ફ્લેશિઝ થવાનું જોખમ ૨૦ ટકા જેટલું ઘટી જાય છે.

અભ્યાસકર્તાઓનું માનીએ તો રોજની ચાર કપ કોફી પીવાથી રોસેસીઆ નામની ક્રોનિક ત્વચાની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે. જે લોકો મહિનામાં એકાદ વાર કોફી પીતા હોય એમની સરખામણીએ રોજ ત્રણથી ચાર કપ કોફી પીનારાઓ ત્વચાની લાલાશ, ફોડલીઓ અને ગરમી નીકળવા જેવી સમસ્યાથી મુક્ત રહી શકે છે. રોસેસીઆ ઈન્ફલમેશનના કારણે થતી સમસ્યા છે. કોફીમાંનાં ખાસ એન્ટિ-એક્સિડન્ટ્સથી સોજો અને ઈન્ફલમેશનની સંભાવના ઘટે છે.

You might also like