દરેક ૪ ભારતીય ફેસબુક યુઝરમાં ફક્ત ૧ મહિલા : રિપોર્ટ

નવી દિલ્હી: દુનિયામાં એક તરફ જ્યાં મહિલાઓ સોશિયલ મીડિયા પર પોતાની હાજરીને મુદ્દે પુરુષોને પછાડી દીધા છે, તો ભારતમાં આ આંકડા બિલકુલ ઉલટા છે. મહિલાઓ પુરુષોથી ઘણી જ છે. હાલમાં જ કરવામાં આવેલ સર્વે અનુસાર રિપોર્ટમાં તારણ આવ્યું છે કે, એશિયા-પ્રશાંતના આખા વિસ્તારમાં ફેસબુકના મુદ્દે મહિલાઓની ભાગીદારી માત્ર ૩૮ ટકા રહી છે. જ્યારે ભારતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ આંકડા સમેટીને ૨૪ ટકા પર આવે છે. જેનો સીધો મતલબ છે કે દરેક ચાર ફેસબુક યુઝરમાં માત્ર એક મહિલા છે.

સૌથી વધારે મહિલા ફેસબુક યુઝર ન્યૂઝીલેન્ડમાં
ફેસબુક યુઝરના વાત કરવામાં આવે તો મોટા મોટા આંકડા પાડોશી દેશ પાકિસ્તાન (૨૨ ટકા) અને બાંગ્લાદેશ (૨૩ ટકા) નો પણ છે. રિપોર્ટ અનુસાર સૌથી વધારે મહિલા ફેસબુક યુઝર ઓસ્ટ્રેલીયા, મંગોલિયા અને ફિલિપિન્સથી છે જ્યારે સૌથી વધુ મહિલા ફેસબુક યુઝરમાં ન્યૂઝીલેન્ડ ૫૯ ટકા સાથે ટોપ પર છે.

સાઉથ એશિયા રીઝનમાં દેખાયેલા આ મોટા તફાવતનું કારણ મહિલા અને પુરુષો વચ્ચે દેખાતા ભેદભાવને બતાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભેદભાવ ડિજીટલ ક્નેક્ટીવીટી પર પણ લાગુ થાય છે. રિપોર્ટ્સનાં આંકડાઓ અનુસાર એક્ટીવ યૂઝર્સ અકાઉન્ટનું અધ્યયન કરીને જાણવા મળ્યા છે. જેનો મતલબ ઘણી હદ સુધી મહિલાઓની સોશિયલ મીડિયા પર ઓછી પહોંચને દર્શાવે છે.

You might also like