રાહુલે ટિપ્પણી કરતાં કહ્યું,”ક્યારેય RSSમાં મહિલાઓને શોર્ટ વસ્ત્રોમાં જોઇ છે?”

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી લગાતાર ગુજરાતમાં ચૂંટણીને લઇ રેલી કરી રહ્યાં છે. આજે તેઓ વડોદરામાં છે. જ્યાંથી તેઓ રેલી કરતા છોટા ઉદયપુર જશે. રાહુલ ગાંધી પોતાની પૂરી તાકાત સાથે પોતાની સભાઓમાં બીજેપી પર ભારે પ્રહાર કરી રહ્યાં છે.

મંગળવારે વડોદરાની રેલીમાં રાહુલ ગાંધીએ બીજેપીનાં માતૃસંગઠન RSSમાં મહિલા ભાગીદારીને લઇને એક નિવેદન આપ્યું છે. રાહુલે માત્ર RSSમાં મહિલાઓની ભાગીદારી જ નહીં પરંતુ આરએસએસનાં સત્તાવાર ડ્રેસ (હાફ પેન્ટ)ને લઇને પણ વિવાદિત નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધીએ જનસભાનું સંબોધન કરતા જણાવ્યું કે,”આમનું(બીજેપી)નું સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ છે આમાં, ક્યારેય આ શાખામાં મહિલાઓને શોર્ટ્સમાં જોઇ છે? મેં તો નથી જોઇ. રાહુલ ગાંધીએ માત્ર અહીં જ વાતને ન રોકી પરંતુ બીજેપી અને આરએસએસ પર મહિલાઓ પ્રત્યે બિન-સમાનતાનાં દ્રષ્ટિકોણથી જોવાનો આરોપ પણ લગાવ્યો છે.

રાહુલે કહ્યું કે,”આમની વિચારસરણી એવી છે કે જ્યાં સુધી મહિલાઓ ચૂપ રહે ત્યાં સુધી બધું બરાબર. પરંતુ જેવું જ મહિલાએ મોં ખોલ્યું કે તુરંત જ એને બંધ કરી દેવી.” સાથે રાહુલે વડોદરા રેલીમાં એમ પણ જણાવ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો કોંગ્રેસ જરૂરથી મહિલા સશક્તિકરણ માટે કામ કરશે.

You might also like