ઇવેન્ટ્સ અોફ ધ ડે ઓક્ટોબર 26, 2015

• અમૃતવાણી: ઇન્દ્રવદન મોદીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે ગીતા જીવનસંહિતા દ્વારા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાની અમૃતવાણીનું અાયોજન કરવામાં અાવેલ છે તેમજ ભજન અને ભક્તિ સંગીત દ્વારા કાર્યક્રમ યોજાશે. સ્થળ: ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, હેલ્મેટ સર્કલ. સમય: ૪.૦૦થી ૭.૦૦. તા. ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી

• અાર્ટ વર્ક એક્ઝિબિશન: કોપર અને સ્ટીલ ઉપર અાર્ટ વર્ક મંત્રા અાર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં મુકાયું છે. અા એક્ઝિબિશનમાં મુંબઈ, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના ૧૨ અાર્ટિસ્ટ અાવ્યા છે.

• સત્સંગ-ભજન: બ્રહ્મસૂત્ર પર વ્યાખ્યાન. નીલકંઠ મહાદેવ, રન્નાપાર્ક, ઘાટલોડિયા. સમય: સાંજે ૬.૦૦થી ૭.૦૦
– ગૌરાંગ બિંદુ ભગતનાં ભજન: સાંઈબાબા મંદિર, થલતેજ સમય: રાત્રે ૮.૩૦ કલાકે
– સુશીલાબહેન ભગતનાં ભજન: રણછોડજીનું મંદિર, મોટી હમામ પાસે, ઘીકાંટા રોડ. સમય: બપોરે ૩.૦૦થી ૬.૦૦

અપકમિંગ ઇવેન્ટ્સ

• સુંદરવનમાં વિન્ટર નાઈટ કેમ્પ: સુંદરવનમાં તા. ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ વિન્ટર નાઈટ કેમ્પનું અાયોજન કરાયું છે. તેમાં ૭ વર્ષથી લઈને ૧૫ વર્ષનાં બાળકો માટે કેમ્પ યોજવામાં અાવશે. તેમાં બાળકોને એક રાત્રિ ત્યાં જ રોકવામાં અાવશે. બાળકોને બડ વોચિંગ તેમજ કરોળિયા જાળાં કેવી રીતે બનાવે છે તે બતાવવામાં અાવશે.

• ત્રિદિવસીય ગઝલ મહોત્સવ: કાવ્ય મુદ્રા પ્રસ્તુત કરે છે ત્રિદિવસીય કાવ્ય ગઝલ મહોત્સવ-૨૦૧૫નું અાયોજન કરવામાં અાવેલ છે. તા. ૪ ડિસેમ્બરે કવિ શ્રી તુષાર શુક્લ, કવિનો શબ્દ, અનિલ જોષી-વડોદરા, રાજેશ વ્યાસ-મિસ્કિન, માધવ રામાનુજ, અેશા દાદાવાળા અને પ્રણવ પંડ્યા. તા. ૫ ડિસેમ્બરે મુનવ્વર રાણા, ઉર્દૂના જાણીતા શાયર, રામેન્દ્ર ત્રિપાઠી, હિન્દી કવિ અાગ્રા, મિલિન્દ ગઢવી, યુવા કવિ. તા. ૬ ડિસેમ્બર ચિરાગ ત્રિપાઠી, ગુજરાતી ગીતોની પ્રસ્તુતિ, ઇર્શાદ કામિલ, હિન્દી ફિલ્મના ગીતકાર પ્રાસંગિક અારજે ધ્વનિત. સ્થળ: અમૃત મોદી સ્કૂલ અોફ મેનેજમેન્ટ, અાઈઅાઈએમ, વસ્ત્રાપુર. સમય: રાત્રે ૮.૩૦ કલાકે

• નવરંગપુરામાં સાત શિબિરોનું અાયોજન: શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, નવરંગપુરાના સહયોગથી જૈન દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિના મૂલ્યે ૨૧ દિવસીય અને ૭ દિવસીય ભાઈઅો તથા બહેનો માટે દર મહિને નિવાસી જ્ઞાનશિબિર ‘જિનવાણીથી જીવનઘતર’ ૨૧ દિવસીય શિબિર: તા. ૧થી ૨૧ સુધી ૭ દિવસીય શિબિર. તા. ૨૩થી ૨૯ સુધી નવરંગપુરા સ્થાનિકવાસી જૈન ઉપાશ્રય કોમર્સ છ રસ્તા પાસે રાખવામાં અાવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક: નવરંગપુરા ઉપાશ્રય ફોન: ૦૭૯-૨૬૪૪૮૬૧૯, રોહિતભાઈ દોશી મો. ૦૮૦૦૦૦૯૫૫૩૫, મહેન્દ્રભાઈ કોઠારી મો. ૦૯૭૧૪૨૪૨૩૩૭.

• અમદાવાદ ખલી: યંગ અાંત્રપ્રિનિયોર અને સ્ટાર અપ્સને પ્રોત્સાહન અાપવા ક્રેઝી હેડ અાર્ટ કંપનીઅે ગુજરીબજારથી પ્રેરિત અેફોર્ડેબલ માર્કેટ-અમદાવાદ ખલીનું અાયોજન કરેલ છે. સ્થળ: એલિસબ્રિજ. સમય: સાંજે ૪.૦૦થી ૧૧.૦૦ તા. ૨૭-૨૮ નવેમ્બર.

• મૂવીઝ સ્ક્રી‌િનંગ: બ્રિટિશ કા કાઉન્સિલ લાઇબ્રેરીમાં ડિસેમ્બરમાં શનિવાર અને રવિવાર બુક ક્લબ મૂવીઝ સ્ક્રી‌િનંગ મેનેજમેન્ટ ટ્રે‌િનંગ વીડિયો સ્ક્રી‌િનંગ જેવા પ્રોગ્રામ યોજાશે, જે અોપન ફોર અોલ રહેશે.

• કાવ્ય ગઝલ મહોત્સવ: ૪ ડિસેમ્બરે યોજાનાર કાવ્ય ગઝલ મહોત્સવમાં ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિઅો અને ગઝલકારો ઉપરાંત ઉર્દૂ હિંદી ભાષાના કવિઅો અને ગઝલકારો પોતાની સ્વરચિત રચનાઅો રજૂ કરશે. સ્થળ: અમૃત મોદી સ્કૂલ અોફ મેનેજમેન્ટ, અાઈઅાઈએમ, વસ્ત્રાપુર. સમય: રાત્રે ૮.૩૦ કલાકે

You might also like