ઇવેન્ટ્સ અોફ ધ ડે ઓક્ટોબર 21, 2015

• વોટર ફેસ્ટિવલ: ગુજરાતના જાજરમાન અને ભવ્ય વારસાને સંગીત સાથે જોડી તેને લોકો સુધી પહોંચતો કરવામાં પાંચ વર્ષ સુધી સફળ રહેનાર ક્રાફ્ટ અોફ અાર્ટ હેરિટેજ ફેસ્ટિવલ છઠ્ઠી વાર યોજાવા જઈ રહ્યો છે. હેરિટેજ અને સાંસ્કૃતિક વારસાને જાળવતો અા વોટર ફેસ્ટિવલ અડાલજની વાવમાં થશે. અા વોટર ફેસ્ટિવલમાં દિગ્ગજ કલાકારો પર્ફોર્મન્સ કરશે. સ્થળ: અડાલજની વાવ. સમયઃ સાંજે ૭.૦૦ કલાકે

• નાટક: માઈકા દ્વારા ચાલતી થિયેટર સોસાયટી સંકલ્પ દ્વારા રિમ અોફ ધ અેપોકોલિપ્સ નાટકનું અાયોજન શહેરના અેક અોડિટોરિયમમાં યોજાશે. અા વર્ષે યોજાયેલું નાટક રિમ અોફ ધ અેપોકોલિપ્સ જાણીતા લેખક જોશ રિવેરાના નાટક ‘મારી શોલ’ની વાર્તા પર અાધારિત છે. અા એક મ્યુઝિકલ નાટક છે, જેમાં હાલમાં વિશ્વભરમાં ચાલતા અાતંકવાદ ધાર્મિક સંઘર્ષો, વૈશ્વિક અાર્થિક સમસ્યાઅો, જાતિવાદ વગેરે મુદ્દાઅોનો સમાવેશ કરાયો છે, જેમાં માઈકાના ૧૦ અાર્ટિસ્ટ પર્ફોર્મન્સ અાપશે તેમજ ૧૩ જેટલા ડાન્સર પર્ફોર્મન્સ કરશે. અાજે અને અાવતી કાલે. સ્થળ: અેચ.કે. અાર્ટ્સ અોડિટોરિયમ

• શિવકથા: નવનિધિ પ્રકલ્પ, સ્ટેપ અપ સેન્ટર ટ્રસ્ટના લાભાર્થે પૂજ્ય શ્રી ગિરિબાપુની વ્યાસપીઠે શિવકથાનું અાયોજન કરવામાં અાવ્યું છે. તા. ૨૪ નવેમ્બર સુધી દરરોજ બપોરે ૨.૩૦થી. સ્થળઃ માનસરોવર, ગણેશ હાઉસિંગ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, અેસજી હાઈ વે, થલતેજ

• ટ્રાવેલ ફોટોગ્રાફી એક્ઝિબિશન: હેરિટેજ વીક ચાલી રહ્યું છે ત્યારે શહેરના જાણીતા ટ્રાવેલ ફોટોગ્રાફર નરેન્દ્ર અોટિયાનું ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું છે. અા એક્ઝિબિશનમાં ટ્રાવેલ દરમિયાન કેમેરામાં કંડારેલી તસવીરો રજૂ કરી. અા એક્ઝિબિશનમાં ભારતના કલ્ચર, હેરિટેજ, ટ્રેડિશનલ વગેરેની વિવિધતા જોવા મળી છે. તા. ૨૫ નવેમ્બર સુધી. સ્થળ: પાલડી સંસ્કાર કેન્દ્ર. સમય: સવારે ૧૦.૦૦થી ૬.૦૦ કલાક સુધી

• પેઈન્ટિંગ એક્ઝિબિશન: કોઈ વ્યક્તિ એકાંતમાં મેડિટેશન લેવાનું પ્રીફર કરે છે અને કોઈ વ્યક્તિ પોતાના કામને મેડિટેશન સમજતી હોય છે. સિટીમાં અાવા જ એક અાર્ટિસ્ટે પોતાનાં પેઇન્ટિંગ્સ દ્વારા મેડિટેશનને રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તૃપ્તિ દવેઅે પોતાના અેબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સમાં હેપીનેસ, પ્લે ફૂલનેસ અને પિસને વધારે મહત્ત્વ અાપ્યું છે. અા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ૭૦ પેઈન્ટિંગ એક્ઝિબિશ ન કર્યાં છે, જેમાં એક્રેલિક તેમજ વોટર કલર્સને પેપર અને કેન્વાસ પર ડ્રો કરવામાં અાવ્યા છે. સ્થળ: અમદાવાદની ગુફા. સમય: સાંજે ૪.૦૦થી ૮.૦૦. તા. ૨૨ નવેમ્બર સુધી.

• હેરિટેજ ફિલ્મ ફેસ્ટિવલ: વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણીના અાશયથી અાધાર સંસ્થા દ્વારા હેરિટેજ ફિલ્મ ફેસ્ટિવલ યોજવામાં અાવશે. અા સાથે ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ રજૂ કરવામાં અાવશે. સ્થળ: રાયપુર ચકલા ખાતે અાવેલી પૌરાણિક દ્વારકાધીશ હવેલી. સમય: સાંજે ૬.૩૦થી ૯.૩૦. તા. ૨૫ નવેમ્બર સુધી.

• ‘કુમાર’ અર્પણ કાર્યક્રમ: ‘કુમાર’ ટ્રસ્ટ તથા હીરાબહેન ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી ૨૦૧૪ના વર્ષ માટે કુમાર ચંદ્રક કિશોર વ્યાસ, નિમિષા દલાલ, ભૂપતભાઈ ઠાકોરને અર્પણ કરવાનો કાર્યક્રમ. સ્થળ: ગુજરાત સાહિત્ય પરિષદ, અાશ્રમ રોડ. સાંજે ૫.૦૦ કલાકે

અપકમિંગ ઇવેન્ટ્સ

• અમૃતવાણી: ઇન્દ્રવદન મોદીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે ગીતા જીવનસંહિતા દ્વારા પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાની અમૃતવાણીનું અાયોજન કરવામાં અાવેલ છે તેમજ ભજન અને ભક્તિ સંગીત દ્વારા કાર્યક્રમ યોજાશે. સ્થળ ઃ ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલ, હેલ્મેટ સર્કલ. સમય: ૪.૦૦થી ૭.૦૦. તા. ૨૫ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી

• અમદાવાદ ખલી: યગ અાંત્ર પ્રિનિયોર અને સ્ટાર અપ્સને પ્રોત્સાહન અાપવા ક્રેઝી હેડ અાર્ટ કંપનીઅે ગુજરી બજારથી પ્રેરિત અેફોડેબલ માર્કેટ અમદાવાદ ખલીનું અાયોજન કરેલ છે. સ્થળ: એલિસબ્રિજ. સમય: સાંજે ૪.૦૦થી ૧૧.૦૦ તા. ૨૭-૨૮ નવેમ્બર.

You might also like