ઇવેન્ટ્સ અોફ ધ ડે, 9 નવેમ્બર, 2015

• ત્રિદિવસીય શિબિર : ઝવેરીપાર્ક સંઘના અાંગણે મ્યુનિ. યોગેશરત્ન ડી.એમ. શાહની નિશ્રામાં ૧૦થી ૨૦ વર્ષના યુવાનો માટે ત્રિદિવસીય હૃદયપરિવર્તન શિબિરનું અાયોજન કરવામાં અાવેલ છે, જેમાં અાજનો બાળ કલાનો રખેવાળ બની રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાનો સબળ યોદ્ધો બને તે માટે માર્ગદર્શન અાપવામાં અાવશે. તા. ૯ નવેમ્બર.
સ્થળ : ઝવેરીપાર્ક સંઘ.
• વલ્લભ સદન : વલ્લભ સદન, અાશ્રમ રોડ ખાતે હાટડીમાં દર્શન. સમય : સાંજે ૬.૩૦થી ૭.૦૦
• નવનીતપ્રિયાજીની હવેલી : નવનીતપ્રિયાજીની હવેલી ખાતે હટડીનાં દર્શન. સમય : સાંજે ૬.૩૦થી ૭.૦૦
• દિવાળીનાં પર્વો: સ્વામિનારાયણ મંદિર, કુમકુમ સ્વામિનારાયણ ખાતે શાસ્ત્રી અાનંદપ્રિયદાસજીની નિશ્રામાં દિવાળીના પર્વ નિમિત્તે ઉજવણીના વિશેષ કાર્યક્રમો યોજવામાં અાવ્યા છે. દિવાળીના સવારે ૮.૦૦થી ૧૦.૦૦ ધૂન ભજન કીર્તન યોજાશે. સવારે ૧૦.૦૦થી ૧૧.૩૦ ચોપડા પૂજન સ્વામિનારાયણ ભગવાનનું ચોપડા પૂજન યોજાશે. બેસતા વર્ષના સવારે ૭.૦૦થી ૯.૦૦ અાનંદપ્રિયદાસજીની સભા યોજાશે.
અપકમિંગ ઇવેન્ટ્સ
• કોમેડી નાટક : પ્રવીણકુમાર દલાલ અેસ્ટેટ બ્રોકર અાયોજિત હાર્દિક શાહ નિર્મિત કન્યા પટાવો સાવધાન કોમેડી નાટકનું અાયોજન કરવામાં અાવેલ છે. સ્થળ : ઠાકોરભાઈ હોલ. તા. ૧૨, સમય : તા. ૬.૩૦ અને ૯.૩૦ તા. ૧૩ બપોરના ૩.૦૦ વાગે.
• નમ્રમુનિ મહારાજની નિશ્રામાં વિઘ્નનિવારક ત્રિસાધના: રાષ્ટ્રસંઘ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યમાં જીએમડીસી હોલ ખાતે કાળી ચૌદશના દિવસે અનિષ્ટોનાં નિવારણ માટે વિઘ્નનિવારક ત્રિસાધનાનું અાયોજન. અા વિશિષ્ટ ત્રિસાધનામાં મહાપ્રભાવક ઉવસગ્ગહરં અનુષ્ઠાન, મહાપ્રભાવક શ્રીયંત્ર અનુષ્ઠાન તેમજ દિવ્ય દૈવી તત્વ અનુષ્ઠાન કરવામાં અાવશે. નકારાત્મકતાના નિવારણ અને ઇષ્ટ તત્વોના અાગમન માટે યોજાનારી અા સાધનામાં ભાગ લેવા ઇચ્છતા ભાવિકોઅે અનિવાર્ય પ્રવેશ પાસ મેળવી લેવાના રહેશે. તા. ૧૦ નવેમ્બર મંગળવારે રાત્રે ૮.૦૦થી ૧૦.૩૦ સુધી સાધના યોજાશે.
• યુવા શિબિર : રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પાંચ દિવસીય અાયોજિત વિશેષ યુવા શિબિર, ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ, ધર્માલય, સેટેલાઈટ ખાતે યોજાશે. અા યુવા શિબિરનું અાયોજન ૧૩થી ૧૭ નવેમ્બર દરમિયાન કરવામાં અાવ્યું છે.
ખાસ કરીને ૧૫થી ૩૫ વર્ષના યંગસ્ટર્સ માટેની અા યુવા શિબિરના અાયોજનમાં યોગ-ધ્યાન-સાધના, પ્રવચનો, લાઈફમાં ધર્મને રિલેટ કરતા પ્રેક્ટિકલ પ્રયોગો, પ્રશ્નોના સમાધાન લાઈફ ચેન્જિંગ ક્વોટ્સ સહિત અાત્મિક વિકાસનું માર્ગદર્શન અપાશે.
• હેરિટેજ ફેસ્ટવિલ : છેલ્લાં પાંચ વર્ષથી અમદાવાદમાં ભવ્ય વારસાને અમદાવાદીઅો સાથે જોડવાના પ્રયાસના ભાગરૂપે તેમજ યંગસ્ટર્સ અને સામાન્ય જનતા અને સંગીતપ્રેમીઅોને એક જ જગ્યાઅે એકત્રિત કરવા માટે હેરિટેજ ફેસ્ટિવલનું અાયોજન કરવામાં અાવ્યું છે. પહેલી વાર હેરિટેજ ફેસ્ટિવલ યુનિસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામનાર અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું અાયોજન કરવામાં અાવ્યું છે. તા. ૨૧ નવેમ્બર.
• સુંદરકાંડ : કિરીટભાઈ મોદીની વ્યાસપીઠે સુંદરકાંડનું અાયોજન થયેલ છે. તા. ૧૦ નવેમ્બર. સ્થળ : સ્વામિનારાયણ મંદિર, જીવરાજપાર્ક ચાર રસ્તા, જીવરાજપાર્ક, વેજલપુર. સમય : રાત્રે ૯.૦૦ કલાકે
• નાટક : મનીષ પટેલ પ્રસ્તુત રાગી જાની નિર્મિત અભિનીત, દિગ્દર્શિત અને વિનોદ જાનીનું ઇન્ટરનેશનલ કોમેડી પ્રીત પિયુને પાનેતર કોમેડી નાટક યોજાશે. સ્થળ : ઠાકોરભાઈ. તા. ૧૩ સાંજે ૯.૩૦ કલાકે અને તા. ૧૪ સાંજે ૬.૩૦ વાગે

You might also like