રોજ ઈવનિંગ વાૅક કરો, ફિટ રહો

અેક જાહેરાતમાં કહેવાય છે તેમ અાજની ભાગદોડભરી જિંદગીમાં થાકવાની મનાઈ છે. મેટ્રો અને મોટા શહેરોની જિંદગી જીવતા લોકો જ જાણતા હોય છે કે, તેમની દિનચર્યા કેટલી કપરી હોય છે. ઘર અને અોફિસ વચ્ચેના લાંબા અંતરો માણસને થકવી નાખે છે. અા સંજાેગોમાં ઇવનિંગ વાૅક મનને તાજગી અને શરીરને સ્વસ્થતા અાપવા ઉપયોગી સાબિત થઈ શકે છે.

નોકરી કરતી મહિલાઅોનું જીવન ખરેખર દોડાદોડભર્યુું હોય છે. ઘરનું કામકાજ, બાળકોને સ્કૂલે મોકલવા, રસોઈ તૈયાર કરવી અને ત્યાર બાદ ઉતાવળે ઉતાવળે નોકરીઅે પહાચવું. અા બધી જંજાળના કારણે સવારના સમયે તે મોર્નિંગ વાૅક લઈ શકતી નથી. સમયનો અભાવ હોવાના કારણે કસરત પણ નિયમિત ન કરી શકે અે સ્વાભાવિક છે. જે નોકરિયાત મહિલાઅોને કસરત કે
મોર્નિંગ વાૅકનો સમય મળતો ન હોય તેમણે ઇવનિંગ વાૅક પર જવાનું રાખવું જાેઈઅે.

ઈવનિંગ વાૅકના ફાયદા…
રોજ સાંજના સમયે વાૅકિંગ પર જવાથી સાૈ પ્રથમ તો દિવસભરનો તણાવ દૂર થાય છે. જેમને ભૂખ લાગતી ન હોવાની સમસ્યા હોય તેમણે ખાસ ચાલવાનું રાખવું જાેઈઅે. ચાલવાના કારણે ભૂખ ઊઘડી જશે અને પેટની તકલીફોમાં રાહત જણાશે.

જિમમાં જવાનો કે કસરત કરવાનો સમય બચતો ન હોય અને વધુ વજનની સમસ્યાથી પીડાતા લોકોઅે સાંજે ખાસ ચાલવું જાેઈઅે. ત્રણ મહિના સુધી ચાલતા રહેવાનું પરિણામ સારું મળી શકે છે.

સાંજના વાૅકિંગના કારણે મન પ્રફુલ્લત રહેશે. થોડા સમયમાં ચાલવામાં ઝડપ અાવી જવાના કારણે સ્ફૂર્તિનો અહેસાસ થશે.

You might also like