નાના બાળકો પણ પારખી શકે છે જૂઠ, એક અભ્યાસમાં થયું સાબિત

નાના બાળકો પણ બીજાઓની જૂઠી વાતો પારખી શકે છે. એક નવા અધ્યયનમાં જણાવ્યા પ્રમાણે માત્ર અઢી વર્ષના બાળકો પણ લોકોને જૂઠ, છેતરપિંડી અને બહાનાબાજીને પારખી લે છે.

સંશોધકોએ એક અભ્યાસમાં 140થી વધુ બાળકોની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યા પછી આ દાવો કર્યો હતો. તેમણે બાળકોની આ ક્ષમતા પારખવા માટે એક વિશે રીત અપનાવી હતી.

તેઓએ બાળકોની સામે કેટલીક ખોટી માન્યતાઓ રાખી હતી. તેઓનું અનુમાન હતું કે આ સમજવા માટે બાળકોનું વધુ વિકસિત હોવું જરૂરી હતું. સાથે જ તેમણે અનેક સૂચનાઓની જરૂરત રહેશે. પરંતુ પરિણામોએ બતાવ્યું કે બાળકો પૂર્વાનુમાન કરતાં વધુ વિકસિત હતા. તેમણે પ્રસ્તુત કરેલી ધારણાઓમાં કરવામાં આવેલા ફેરબદલને ઓળખી લીધા. જોકે, તેઓ એને પ્રદર્શિત કરવામાં અસક્ષમ નહોતા.

સિંગાપુરની નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના શોધકર્તા સેટોહ પીપીએ કહ્યું કે યુવાન બાળકોના માતા-પિતા અને શિક્ષકોને આ બાબતે જાગૃત રહેવું જોઈએ કે બાળકો જૂઠ પકડી પાડે છે.

You might also like