માત્ર સુંદર હોવું પૂરતું નથીઃ એવલીન શર્મા

જર્મન-ભારતીય મૂળની મોડલમાંથી અભિનેત્રી બનેલી એવલીન શર્મા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘ધ રિંગ’માં શાહરુખ ખાન અને અનુષ્કા શર્મા સાથે કામ કરી રહી છે. આ પહેલાં ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મમાં તેણે રણબીર કપૂર સાથે કામ કર્યું હતું. હવે તે બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન સાથે કામ કરી રહી છે. તે કહે છે કે રણબીર નવી પેઢીનો ચાર્મર છે. તેની સાથે કામ કરતી વખતે હું ખરેખર તેની દીવાની બની ગઇ હતી, તેનામાં સેક્સી, યંગ અને બેડ બોયની ઝલક છે, પરંતુ આજે પણ  હું તેની સાથે કામ કરવાની ક્ષણોને મિસ કરું છું. હવે હું બોલિવૂડના કિંગ ખાન ગણાતા શાહરુખ ખાન સાથે કામ કરી રહી છું. તેથી હું ખૂબ જ ખુશ છું. શાહરુખનું એક અલગ જ આકર્ષણ છે. તેની સાથે કામ કરવું ખરેખર એક લહાવો છે.

પોતાની બ્યુટી અંગે વાત કરતાં એવલીને એ સ્પષ્ટ કર્યું કે સામાન્ય ધારણા હોય છે કે સુંદર છોકરીઓ માટે આ શો બિઝનેસમાં પગ મૂકવાે સરળ હોય છે, પરંતુ ખરેખર તેવું હોતું નથી. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવું અને તમારા કામને યોગ્ય રીતે જાણવું એ સૌથી વધુ જરૂરી છે. માત્ર સુંદર કે આકર્ષક દેખાવું પૂરતું નથી. દરેક ભૂમિકા માટે મેં ઘણી વાર ઓડિશન આપ્યાં છે. •
http://sambhaavnews.com/

You might also like