લખનઉમાં મેટ્રો માટે 3366 કરોડની લોન આપશે યૂરોપીયન બેંક

બર્લિન : લખનઉમાં મેટ્રો રેલ યોજના માટે ભારતને યૂરોપિયન બેંકો પાસેથી ખુબ મદદ મળી રહી છે. યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકે આ યોજના માટે 450 મિલિયન યૂરો એટલે કે 3366 કરોડ રૂપિયાનાં લેણા આપવા અંગે સંમતી વ્યક્ત કરી છે. લખનઉની પહેલી 23 કિલોમીટરની મેટ્રો રેલનાં નિર્માણ અને નવી ટ્રેનોની ખરીદી પર આ રકમ ખર્ચવામાં આવશે. લોનનો પહેલો હપ્તા માટે બુધવારે બ્રસેલ્સમાં 13માં ઇયૂ ભારત શિખર સંમેલન દરમિયાન કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો.

આ સમ્મેલનમાં વડાપ્રધાન મોદી પણ આવ્યા હતા. આ નાણા યૂરોપીય સંઘની સરકારી બેંકો અને કોઇ યોજા માટે સૌથીમોટુ નાણાકીય પોષણ છે. યૂરોપીય બેંકો પાસેથી મળનારી રકમથી લખનઉ મેટ્રો પ્રોજેક્યનું લગભગ અડધા જેટલુ કામ પુરૂ થઇ જશે. 23 કિલોમીટરની આ લાઇન લખનઉમાં મેટ્રોનો પ્રથમ ભાગ છે. બેંકે જણાવ્યું કે આ યોજના ચાલુ થયા બાદ 30 લાખની વસ્તીવાળા આ શહેરની લગભગ 37 ટકા વસ્તી જાહેર પરિવહનનો ઉપયોગ કરશે.

યૂરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કનાં પ્રેસિડેન્ટ વર્નર હોયરે કહ્યું કે તે ભારતમાં લાંબાગાળાનાં રોકાણ માટે તત્પર છે. બેંક આ વર્ષનાં અંત સુધી આઉથ એશિયામાં રોકાણ માટે પોતાની એક શાખા ખોલશે. ભારતમાં નવીનીકરણીય ઉર્જા, ઇન્ડસ્ટ્રીની મજબુતી અને કાર્બન ઉત્પાદનમાં ઘાટડા માટે આ બેંક લાંબા લાઘાનું રોકાણ કરી રહી છે. હોયરે કહ્યું કે ભારતની સાથે પોતાનાં સંબંધોને મજબુત બનાવવા માટેનો આ યોગ્ય સમય છે. હોયરે કહ્યું કે લખનઉમાં મેટ્રોનો પહેલો પ્રોજેક્ટ યુપી જ નહી પરંતુ ભારત માટે પણ ફ્લેગશીપ પ્રોજેક્ટ છે. તે ઉપરાંત બેંકના માટે પણ વૈશ્વિક સ્તર પર રોકાણ વધારવાની તક છે.

You might also like