યુરો કપમાં સાથ આપવા બદલ રોનાલ્ડોએ ચાહકોને કહ્યુંઃ Thanks…

માર્સેલી (ફ્રાંસ): યુરો કપની સેમિફાઇનલમાં પ્રવેશી ચૂકેલી પોર્ટુગલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઈ કાલે ફ્રાંસના રાષ્ટ્રીય રગ્બી કેન્દ્રમાં સમર્થન આપવા પહોંચેલા પોર્ટુગલના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વેલ્સ વિરુદ્ધ રમાનારી સેમિફાઇનલ મેચ પહેલાં પોર્ટુગલ ટીમના પ્રેક્ટિસ સેશન નજીક મોટી સંખ્યામાં ટીમના સમર્થકો એકઠા થયા હતા.

રોનાલ્ડોએ આ દરમિયાન ચાહકો સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી અને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. તેણે કહ્યું, ”અમે અહીં તમારા તરફથી મળનારા સમર્થન માટે આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ. અમે હજુ સુધી કંઈ પણ હાંસલ નથી કર્યું, પરંતુ અમારી કોશિશ સેમિફાઇનલ અને ફાઇનલમાં જીત હાંસલ કરવાની રહેશે.”

You might also like