યુરો કપ પર આતંકી હુમલાની અમેરિકાએ ચેતવણી આપી

વોશિંગ્ટનઃ ફ્રાંસમાં યોજાનારા યુરો કપ ૨૦૧૬ પર આતંકવાદી હુમલાનું જોખમ મંડરાઈ રહ્યું છ. અમેરિકાએ ચેતવણી આપી છે કે આતંકવાદીઓ યુરો કપ દરમિયાન હુમલો કરી શકે છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે ગરમીના મહિનાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ યુરોપ આવી રહ્યા છે. આવા સમયમાં તેઓ આતંકવાદીનું નિશાન બની શકે છે.
અલગ અલગ સ્થળો પર ૧૦ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન યુરો કપ ૨૦૧૬નું આયોજન થવાનું છે. પેરિસમાં યુરો કપ દરમિયાન ૧૦ લાખથી વધુ વિદેશી દર્શકો આવવાની શક્યતા છે.

અમેરિકન નાગરિકો માટે જાહેર કરાયેલ ટ્રાવેલ એલર્ટમાં યુરોપ પર આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગત વર્ષે ફ્રાંસ પર આતંકવાદી હુમલો થઈ ચૂક્યો છે. ઇસ્લામિક સ્ટેટના હુમલા બાદથી જ ફ્રાંસમાં કટોકટીભરી પરિસ્થિતિ છે. ફ્રાંસમાં એક સાથે સ્ટેડિયમ, કોન્સર્ટ હોલ, બાર અને રેસ્ટોરાં પરના હુમલામાં ૧૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.

You might also like