આજથી યુરો કપ-2016ની પેરિસમાં ધમાકેદાર શરૂઆત

પેરિસઃ આજથી યુરો કપ-૨૦૧૬ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે એવામાં યુરો કપમાં ભાગ લેનારી બધી ટીમોએ આ પ્રતિષ્ઠિત ખિતાબ હાંસલ કરવા માટે કમર કસી લીધી છે. વર્લ્ડકપ બાદ બીજા નંબરની આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની યજમાની ફ્રાંસ કરી રહ્યું છે. ૧૦ જૂનથી ૧૦ જુલાઈ સુધી રમાનારા યુરો કપમાં યુરોપની ૨૪ ટીમ ભાગ લઈ રહી છે. આ મુકાબલાઓને યુરોપની વર્લ્ડકપની તૈયારી પણ કહેવામાં આવે છે. આ મુકાબલા ફ્રાંસમાં બપોરે ત્રણ વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજે સાડા છ વાગ્યે), સાંજે છ વાગ્યે (ભારતીય સમય અનુસાર રાત્રે સાડા નવ વાગ્યે) અને રાત્રે નવ વાગ્યે (ભારતીય સમય અનુસાર મોડી રાત્રે દોઢ વાગ્યે) શરૂ થશે. લીગ મેચોનો કાર્યક્રમ આ પ્રમાણે છેઃ

sechdule-1

You might also like