સમાધાન માટે ભેગાં થયેલાં બે કિન્નર જૂથ વચ્ચે મારામારી

અમદાવાદ : કિન્નર સોનિયા દે અને સંજુ દેનાં મોત બાદ શહેરમાં કિન્નરો વચ્ચે હદ બાબતે ઝઘડો વધી રહ્યો છે. કિન્નર જૂથો વચ્ચે વધી રહેલા તનાવના કારણે એક બીજા જૂથ પર હુમલા અને ધમકી અપાતી હોવાની વિગતો પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે ગઇકાલે ગોમતીપુર વિસ્તારમાં કિન્નરોનાં બે જૂથ વચ્ચે થયેલી મારમારીની વધુ એક ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. હદના વિવાદને લઇને કિન્નર સમાજનાં બે જૂથ સમાધાન માટે મિટિંગનું આયોજન કર્યું હતું

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત અનુસાર હદના વિવાદને લઇને છેલ્લે ઘણા સમયથી લાડલી દે તથા શ્યામ દે વચ્ચે માથાકૂટ થઇ રહી છે ગઇકાલે આ હદના વિવાદનો અંત લાવવા માટે ચાર તોડા કબ્રસ્તાન પાસે આવેલી સૈયદ હુસૈનની ચાલીમાં રહેતા લાડલી દે, માધુરી દે, સંધ્યા દે દ્વારા મિટિંગનું આયોજન કર્યું હતું. જેમાં અમદુપુરાની રતિલાલની ચાલીમાં રહેતા શ્યામ દે અને ફુલનગૌરી દે તેમના સાથીદારો સાથે મિગિંમાં આવ્યા હતા.

બન્ને વચ્ચે સમધાન થઇ રહ્યું હતું તેવામાં સામાન્ય બાબતે બન્ને જૂથ વચ્ચે ભારે બોલાચાલી થતાં બન્ને જૂથ વચ્ચે મારમારી થઇ હતી. આ ઘટનામાં લાડલી દેના ગ્રૂપના લોકોએ શ્યામ દે તથા ફુલનગૈારી દે પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ગોમતીપુર પોલીસ સામસામી મારામારીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ છે

You might also like