ઇયુએ આપ્યું સર્જિકલ સ્ટ્રાઇકને સમર્થન, ગણાવ્યું સેનાનું સક્રિય ઓપરેશન

લંડનઃ યુરોપીયન સંસદના ઉચ્ચ અધિકારીએ ભારતના સર્જિકલ સ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આતંકવાદની વિરૂદ્ધ સીમાપાર ભારતે  સર્જિકલ સ્ટ્રાઇક કરી તે સેનાનું સક્રિય ઓપરેશન છે. જો પાકિસ્તાન તરફથી આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન રોકવામાં નહીં આવે તો આતંકવાદી જલ્દી પશ્ચિમી દેશોને પણ નિશાન બનાવી શકે છે.

યુરોપીયન સંસદના ઉપાધ્યક્ષ રિસજાર્ડ જારનેકીએ મોદી સરકાર અને ભારતીય સેનાના ભરપૂર વખાણ કર્યા છે. ત્યારે  હવે આ મામલે બ્રિટનના જન્મે પોલેન્ડના રાજનેતા રિસજાર્ડનો પત્ર યૂરોપીય સંસદની મેગેઝીન ઇટી ટુડેમાં મંગળવારે પ્રકાશિત થયો હતો.

તેમણે પત્રમાં લખ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇકથી એ વાત સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિને ભારત મંજૂરી નથી આપતું. પોકમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ સર્જિકલ સ્ટ્રાઇક એક સક્રિય ઓપરેશન હતું, આ પહેલાં રૂસ અને જર્મની અને અમેરિકા જેવા દેશોએ પણ ભારતીય સેના દ્વારા પોકમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને સમર્થન આપ્યું હતું.

You might also like