એક બુટ સાથે ભાગેલી ઇથોપિયન એથલિટને મળ્યું ફાઇનલમાં સ્થાન

રિયો ડી જનીરો : ઇથોપિયાનાં એથલીટ ઇતનેશ ડિરો રિયો ઓલમ્પિકમાં યોજાયેલી 3000 મીટર સ્ટીપલચેજ સ્પર્ધાની છેલ્લી 800 મીટર દોડને એક બુટ સાથે પુરી કરી હતી. તેનાં આ અનોખા પ્રયાસ માટે ડીરોને આ સ્પર્ધાની ફાઇનલમાં ભાગ લેવા માટેની તક આપવામાં આવી છે. મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેજ સ્પર્ધાની પ્રભલ દાવેદાર માનવામાં આવતી ડીરો શરૂઆતમાં ખુબ જ ઝડપી રીતે આગળ નિકળી ગઇ હતી. જો કે અચાનક તેની ઝડપમાં ઘટાડો થયો હતો.

સ્પર્ધામાં તેની સાથે રહેલી એક સહભાગીની ભુલનાં કારણે ડિરોનો એક પગનું બુટ નિકળી ગયું હતું. જેનાં કારણે તેની ઝડપ ઘટી ગઇ હતી. તેણે આ બુટ ચાલુ દોડે પહેરવાનો ભરપુર પ્રયાસ કર્યો જો કે સમય અને અવસર હાથમાંથી જતો જોઇ તેણે બધુ જ છોડીને એક બુટ પહેરેલી હાલતમાં જ ભાગવાની શરૂઆત કરી હતી.

ઇથોપિયાની આ 25 વર્ષીય એથલિટે પોતાનાં તમામ જોર સાથે દોડવાની શરૂઆત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ સ્થાન પર આવનારા પ્રતિભાગી જ ફાઇનલમાં પ્રવેશ કરવા યોગ્ય હતા અને ડિરોનું સાતમું સ્થાન પ્રાપ્ત થયું. અંતિમ રેખા પાર કર્યા બાદ તે થાકેલી અને હારેલી અવસ્થામાં મેદાન પર જ પડી ગઇ હતી. તેને લાગ્યું કે તેમણે અવસર ગુમાવી દીધો પરંતુ ત્યાર બાદ કંઇક એવું થયું જે તેની તેણે આશા નહોતી કરી. ઇથોપિયા, આયરલેન્ડ અને જમૈકાની ટીમોની તરફથી થઇ રહેલા વિરોધને જોતા ડિરો તથા આયરલેન્ડની તમામ ટ્રેસ અને જમૈકાની આઇશા પ્રોટને ફાઇનલમાં જવા માટેની અનુમતી આપવામાં આવી. ડિરોની પાસે હવે પ્રદર્શનમાં સુધારો કરવાની તક છે અને સોમવારે યોજાનારી ફાઇનલ સ્પર્ધાની પ્રબળ દાવેદાર હશે.

You might also like