એનએસએનું પાપ વિશ્વને નડશે : WannaCry પણ ખતરનાક વાયરસ શોધાયો

નવી દિલ્હી : WannaCry રેનસમવેયરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. હાલમાં જ આ રેનસમવેરની ઝપટે સેંકડો દેશોનાં લાખો કોમ્પ્યુટર્સ ચડી ગયા હતા. તેમાં સૌથી વધારે વિન્ડો કોમ્પ્યુટર હતા. આ કથિત રીતે એનએસએ દ્વારા ડેવલપ કરવામાં આવેલ ટુલ હતું. જેને હેકર્સે ચોરી કરીને પૈસા કમાવવા માટે યુઝ કર્યું હતું. જો કે વોનાક્રાયનો ખતરો ટળ્યો નથી ત્યાં હવે તેવો જ એક નવો મેલવેયર આવી ચુક્યો છે.

આ મેલવેયરનું નામ EternalRocks નામથી ઓળખવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ રનસમવેયર પણ કથિત રીતે અમેરિકી નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા જ ડેવલપ કરાયેલ છે. EternalRocks એટલા માટે પણ ખતરનાક છે કારણ કે રિસરચર્સનાં અનુસાર આ એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં જવા માટે એનએસએનાં સાત હેકિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. જેમાં EternalBlue, EternalChampion, Eternalsynergy, Doublepulsar, Architouch અને SMBTouchનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે એપ્રીલમાં એનએસએનાં હેકિંગ ટૂલ્સને કથિત રીતે શેડો બ્રેકર નામનાં હેકરગ્રુપે લીક કરી દીધું હતું. ત્યાર બાદ ગ્રુપે ધમકી પણ આપી હતી કે આવતા કેટલાક મહિનાઓમાં ડેટા ડંપ કરી દેવામાં આવશે. આ રેનસમવેરની કામ કરવાની પદ્ધતી થોડી અલગ છે. કારણ કે આ પહેલા સ્ટેજમાં આ સિસ્ટમનો ઇન્ફેક્ટ કરે છે અને ટોર નેટવર્કને ડાઉનલોડ કરે છે. બીજો સ્ટેજ 24 કલાક બાદ ચાલુ થાય છે જ્યાર કમાન્ડ અને કન્ટ્રોલ સર્વર રિસ્પોન્ડ કરે છે. મોડેકથી એટેક એક ટ્રિક છે, જેથી સિસ્ટમ માટે તેને ડિટેક્ટ કરવું મુશ્કેલ થાય .

You might also like