અખિલેશ દરબારમાં ભાગદોડથી છ લોકો ઘાયલ : મીડિયાકર્મીઓ પણ ભોગ બન્યા

ઇટાવા : મુખ્યમંત્રી અખિલેશ યાદવનજો જનતા સાથેમુલાકાત કાર્યક્રમ દરમિયાન તેમને મળવા માંગતા કેટલાક લોકોની ભીડમાં ભાગદોડ મચી ગઇ હતી. જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી અખિલેશ લોકનિર્માણ વિભાગનાં અતિથિગૃહમાં સામાન્ય લોકો સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં ફરિયાદીઓ ત્યા પહોંચ્યા હતા અને મુખ્યમંત્રીને પોતાની અરજી આપવા માટે ઉતાવળ કરવા લાગ્યા હતા.

આ દરમિયાન ત્યા ધક્કા મુક્કી થવા લાગી જેના કારણે ધક્કામુક્કી થવા લાગતા પોલીસે સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો. જેના પગલે ભાગદોડ થઇ ગઇ હતી. આ ભાગદોડમાં કેટલાક મીડિયા કર્મિઓ પણ ઘાયલ થયા હતા. તેમની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મોટા પ્રમાણમાં ફરિયાદીઓ આવવાનાં કારણે અતિથિગૃહનો દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

જેના પગલે અન્ય એક વી.આઇપી વ્યક્તિનીકારને અંદલ મોકલવા માટે મુખ્યદ્વાર ખોલવામાં આવ્યો તો કારની પાછળ લોકોની ભીડ પણ ધક્કામુક્કી કરીને અંદર જવાના પ્રયાસો કરવા લાગ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી ગઇ હતી. જેમા કન્નોજના જિલ્લા પંચાયત અધ્યક્ષ સંતોષ યાદવ સહિત છ લોકો જખ્મી થઇ ગયા હતા. આ દરમિયાન ભીડને સંભાળવા માટે પોલીસને ખુબ જ મુશ્કેલી ઉઠાવવી પડી હતી.

You might also like