એક વખત ચાર્જ કરતાં ૪૮૦ કિલોમીટર ચાલશે ટેસ્લાની ટ્રક

નવી દિલ્હી: ટેસ્લા અાગામી મહિને એક ઇલે‌િક્ટ્રક ટ્રક લાવવાનું વિચારે છે. અાશા છે કે અા ટ્રક એક વાર ચાર્જ કરવા પર ૩૨૦ કિલોમીટરથી ૪૮૦ કિલોમીટર સુધી ચાલશે. કંપની લાંબા અંતરવાળાં કોમર્શિયલ વાહનોના માર્કેટમાં પોતાની મજબૂત એન્ટ્રી કરવાની કોશિશમાં છે.

ટેસ્લાના સીઈઅો એલન મસ્કે વાયદો કર્યો છે કે અાવતા મહિને પોતાના સેમી ટ્રકની જેમ જ અા ટ્રક લાવશે, જેનાથી તે પોતાની કંપનીને લક્ઝરી કાર ઉપરાંત ટ્રક માર્કેટમાં પણ લાવી શકે. બેટરીવાળી ભારે ભરખમ ટ્રક બનાવવાની જાહેરાત કરીને એલને અન્ય ટ્રક કંપનીઅોને ચિંતામાં મૂકી દીધી છે.

હજુ મોટી ટ્રક એક વાર ટેન્ક ફૂલ કરતાં લગભગ ૧૬૦૦ કિલોમીટરની યાત્રા કરી લે છે. જ્યારે ટેસ્લાની અા ટ્રક બેટરીના દમ પર લગભગ ૪૮૦ કિલોમીટર ચાલશે. જ્યારે અા અંગે ટેસ્લા સાથે વાત કરવાની કોશિશ કરાઈ તો ત્યાંના લોકોઅે કહ્યું કે અમારી પો‌િલસી રહી છે કે અા અનુમાનો પર કોઈ કોમેન્ટ કરવામાં ન અાવે, જોકે સંશોધકોનું કહેવું છે કે અાજની ટેક્નોલોજીના દમ પર અાવી ગાડીઅો ચલાવવી બિલકુલ શક્ય છે.

You might also like