સફળતા મેળવવા કંઈ પણ ન કરી શકુંઃ ઈશા

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા લોકોએ તેની જે ઇમેજ બનાવી છે તેનાથી પરેશાન છે. તે કહે છે કે મારી શરૂઆતની ફિલ્મ બાદ મારી ઇમેજ બોલ્ડ અને સેક્સી અભિનેત્રીની બનવા લાગી, જે ખોટું છે. તમે મારી તુલના એવી અભિનેત્રીઓ સાથે ક્યારેય ન કરો, જે સફળતા મેળવવા માટે કંઇ પણ કરી શકે છે. શરૂઆતની બે-ત્રણ ફિલ્મો બાદ જ મારા માટે કોઇ ઇમેજ બનાવવાનું કદાચ ઉતાવળ ગણાશે. હું એટલું જરૂર કહીશ કે જો એક્સપોઝર પાત્રની માગ અને સ્ક્રિપ્ટનો જરૂરી ભાગ હશે તો હું ના નહીં કહું, પરંતુ તે સાવ ફાલતું હશે તો હું તે કરીશ પણ નહીં.

ઈશા વિશે એવું કહેવાય છે કે તે બોલ્ડ દેખાવા માટે હંમેશાં બ્રાન્ડેડ વસ્તુ ખરીદે છે, પરંતુ તે આ વાતનો ઇન્કાર કરે છે. ઇશા કહે છે કે લોકોએ મારા બ્રાન્ડેડના શોખને લઇને હોબાળો કેમ મચાવ્યો છે તે હું સમજી શકતી નથી. દરેક સેલિબ્રિટી હંમેશાં બ્રાન્ડેડ કપડાં પહેરે છે. સાચું કહું તો હું જાતે કોઇ ખાસ બ્રાન્ડને લઇને ક્યારેય કોન્શિયસ રહી નથી. હું મુંબઇના કોઇ પણ મોલમાંથી અને ઘણી વાર રસ્તા પરથી પણ શોપિંગ કરી લેતી હોઉં છું. ઇશા હવે વિદ્યુત જામવાલ અને અદા શર્મા સાથે ‘કમાન્ડો-૨’માં જોવા મળશે. આ ઉપરાંત તે ‘બાદશાહો’ ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ જોધપુરમાં થયું છે. •
http://sambhaavnews.com/

You might also like