મ્યુચ્યુઅલ ફંડોમાં ૨૦૧૫માં ૪૦ લાખ નવા ઈક્વિટી ખાતાં ખૂલ્યાં

મુંબઇ: વર્ષ ૨૦૦૭-૦૮માં લેહમેન બ્રધર્સની ક્રાઇસિસ બાદ સ્થાનિક શેરબજાર ધરાશયી થયું હતું. તેની અસરે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણકારોએ મોં ફેરવી લીધું હતું. પાછલાં વર્ષે એનડીએની આગેવાની હેઠળ સરકારની રચના થયા બાદ ફરી એક વખત શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં જોશ જોવા મળ્યું છે. ૨૦૧૫માં મ્યુચ્યુઅલ ફંડોએ ૧૧ મહિનામાં ૪૦ લાખ નવા ઇક્વિટી ખાતાં જોડ્યાં છે. હાલ મ્યુચ્યુઅલ ફંડોમાં ખાતાંની સંખ્યા ૩.૪૪ કરોડ છે. ઉલ્લેખનીય છે કે ડીલર્સનું કમિશન એપ્રિલ ૨૦૧૫થી ઘટાડ્યા બાદ પણ નવા ખાતાં ખોલવામાં કોઇ મુશ્કેલી નડી રહી નથી.

You might also like