ઈક્વિટી ડેરીવેટિવ્ઝનો કારોબાર ચાર વર્ષના નીચલા સ્તરે

મુંબઇ: ઇક્વિટી ડેરીવેટિવ્ઝના કારોબારમાં સતત થતા જઇ રહેલા બદલાવના કારણે બીએસઇ ડેરીવેટિવ્ઝનો કારોબાર ચાર વર્ષના તળિયે પહોંચી ગયો છે. ડિસેમ્બરમાં એવરેજ કારોબાર રૂ. ૫,૪૦૦ કરોડનો રહ્યો હતો, જે જાન્યુઆરી ૨૦૧૨ બાદના નીચલા સ્તરે જોવા મળે છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બીએસઇ ડેરીવેટિવ્ઝ પ્લેટફોર્મ પર કારોબાર કરતા મોટા ભાગના પ્રોપરાઇટર બ્રોકર છે, જે ઇન્સેન્ટિવ મેળવવા કારોબાર કરે છે, જોકે આ ઇન્સેન્ટિવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના કારણે કારોબારમાં પણ ઘટાડો કરી દીધો છે.

દરમિયાન એનએસઇ પર પણ ડેરીવેટિવ્સ કારોબારમાં એક અંદાજ મુજબ ૧૫થી ૨૦ ટકા હિસ્સેદારી પ્રોપરાઇટર બ્રોકરોની છે, જ્યારે અન્ય ૪૦ ટકામાં રિટેલ કારોબારીઓની અને સંસ્થાગત રોકાણકારોની છે. બીએસઇ પર ૧૦૦ ટકા કારોબાર પ્રોપરાઇટર કારોબાર કરે છે. બીએસઇ પર થતા એફએન્ડઓનો કારોબાર એનએસઇની સરખામણીએ પ્રથમ વાર પાછલાં વર્ષે ૨૪ જૂને વધુ થયો હતો.

જૂન અને ડિસેમ્બર ૨૦૧૫ની વચ્ચે એક્સચેન્જનો માસિક એવરેજ એફએન્ડઓ કારોબાર એક લાખ કરોડના સ્તરે જોવાયો હતો. ઇક્વિટી ડેરીવેટિવ્ઝાના કારોબાર માટે ન્યૂનતમ સોદો બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધો હતો અને તેના કારણે એક્સચેન્જ પરના ડેરીવેટિવ્ઝ કારોબાર પર પણ અસર પડી છે.

You might also like