એફેડ્રિનનું આંતરરાષ્ટ્રીય રેકેટ કિશોરસિંહ રાઠોડ અવારનવાર દુબઈ અને કેન્યા જતો હતો

અમદાવાદ: દહેગામનાં વહેલાલ નજીક જકાત જીઆઇડીસીમાંથી ઝડપાયેલા રૂ.ર૭૦ કરોડનાં એફેડ્રિન નામના માદક પદાર્થના કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે શોધખોળ હાથ ધરી છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ કિશોર વારંવાર દુબઇ અને કેન્યા ખાતે જતો હતો. કિશોર કેટલાક ટ્રાવેલ એજન્ટ પાસે ટિકિટો બુક કરાવતો અને જતો હોઇ પોલીસે તેની અને તેનાં બેન્ક એકાઉન્ટસની પણ તપાસ શરૂ કરી છે.

એફેડ્રીન ડ્રગ્સ શું છે ? જાણો તેનો ઉપયોગ અને આડઅસરો વિશે

એટીએસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિશોરસિંહ રાઠોડ મહારાષ્ટ્રનાં સોલાપુર ખાતે પુનિત નામના શખસ પાસેથી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી એફેડ્રિનનો જથ્થો મગાવતો હતો. પોલીસે આરોપી કિશોરની છેલ્લા દોઢ વર્ષમાં વિદેશ ગયા અંગેની ડિટેલ્સની તપાસ કરતાં તે દુબઇ અને કેન્યા ખાતે વારંવાર ગયો હોવાનું બહાર આવ્યું છે. કેન્યા ખાતે કિશોર જયમુખી અને અન્ય બે શખસોએ પોલેન્ડના ડ્રગ્સ માફિયાઓ સાથે મિટિંગ યોજી હતી અને બેન્કમાંથી જ પોતે વિદેશ જવા માટે પૈસા ચૂકવતો હતો. પોલીસે હાલમાં કિશોરનાં બેન્ક એકાઉન્ટની તપાસ શરૂ કરી છે.

ઉપરાંત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચના હાથે કેટલાક મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે જેમાં શહેરના કેટલાક ડ્રગ્સ ડીલરો પણ સંડોવાયેલા છે. અને તેઓની એટીએસ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે ડ્રગ્સ રેકેટને લગતા કેટલાક પુરાવાઓ મળ્યા છે. જેના આધારે આ ધંધામાં રોકાણકારો ડ્રગ્સ ડિિલંગ વગેરેની વિગતો મળી છે જેના આધારે એટીએસ અને ક્રાઇમ બ્રાંચ આ ડ્રગ્સ ડીલરોની તપાસ કરશે.

You might also like