સરકારે પીએફના પૈસા કાઢવાના નવા નિયમને પરત ખેંચ્યો

નવી દિલ્હી: પીએફ યોજનામાંથી પૈસા કાઢવાના નિયમોને સખત કરવાના વિરૂદ્ધમાં કર્મચારીઓના વધતા જતા વિરોધને ધ્યાનમાં રાખતા સરકારે સંબંધિત અધિસૂચના રદ કરી દીધી છે. આ નિર્ણયથી થોડાંક કલાકોમાં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે અધિસૂચનાના અમલને ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવ્યો છે.

કેન્દ્રીય શ્રમ મંત્રી બંકારૂ દત્તાત્રેયએ પત્રકાર પરિષદમાં કહ્યું કે 10 ફેબ્રુઆરી 2016ના રોજ જાહેર કરવામાં આવેલા અધિસૂચના રદ કરવામાં આવી છે. હવે જૂની વ્યવસ્થા યથાવત રહેશે. તેમણે કહ્યું કે હું ઇપીએફને કેન્દ્રીય ન્યાસી બોર્ડ પાસે તેની પુષ્ટિ કરાવીશ.

આ મુદ્દે કર્ણાટકના વસ્ત્ર ઉદ્યોગના શ્રમિક બે દિવસથી પ્રદર્શન કરી રહ્યાં હતા. જેણે આજે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. શ્રમિકોએ આજે બેંગ્લોરમાં કેટલીક બસોને આગ ચાંપી દીધી અને એક પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો.

સંશોધિત નિયમને પરત લેવા માટેના કારણોને જણાવતાં દત્તાત્રેયે કહ્યું કે તેનું કારણ ટ્રેડ યૂનિયનોનો અનુરોધ છે. પીએફના કાઢવાના નિયમોને આકરા કરવાનો નિર્ણય પણ ટ્રેડ યુનિયનોની ભલામણના આધારે લેવામાં આવ્યું હતો. હવે જ્યારે ટ્રેડ યૂનિયન અનુરોધ કરી રહ્યાં છે કે ત્યારે અમે નિર્ણય પરત લઇ લીધો.

આ પહેલાં નવી દિલ્હીમાં કહેવામાં આવ્યું હતું કે અધિસૂચના લાગૂ કરવાનું કામ 31 જૂલાઇ 2016 સુધી ટાળવામાં આવી રહ્યું છે. અમે સંબંધ પક્ષોની સાથે આ વિશે ચર્ચા કરીશું. દત્તાત્રેયએ કહ્યું કર્મચારીઓ તથા શ્રમિકોને અધિસૂચના અંગે કોઇ ખોટી ધારણા રાખવાની જરૂરિયાત નથી.

આ નિર્ણય વિરૂદ્ધ ઓનલાઇન અભિયાન પણ ચલાવવામાં આવ્યું. તેને 10 ફેબુઆરીથી લાગૂ કરવાનો હતો પરંતુ વિરોધને જોતાં તેને 30 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યો.

પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને સમજાવતાં કેન્દ્રીય મંત્રી તથા બેંગ્લોરના સાંસદ અનંત કુમારે કહ્યું કે અસગંઠીત તથા કપડા કર્મચારીઓના અધિકારીને બનાવી રાખવામાં આવશે તથા તેમણે પ્રદર્શન પરત લેવાનો અનુરોધ કર્યો.

You might also like