ઈપીએફઓ માર્ચથી આધારકાર્ડ સંલગ્ન ઓનલાઈન સેવા શરૂ કરશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ) તેના લગભગ ચાર કરોડ લાભાર્થીઓ માટે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં આધારકાર્ડ સાથે સંકળાયેલી ઓનલાઈન સેવાઓ શરૂ કરશે. આ સેવામાં ભવિષ્યનિધિ (પીએફ)નો નિકાલ અને પેન્શન નિર્ધારણને લગતી સેવાઓ સામેલ હશે.  ઉદ્યોગ મંડળ PHDCCI દ્વારા સામાજિક સુરક્ષા પર આયો‌િજત સંમેલનમાં ઈપીએફઓના કેન્દ્રીય ભવિષ્યનિધિ કમિશનર વી. પી. જોયે જણાવ્યું કે ઈપીએફઓ દ્વારા ઝડપથી તેના લાભાર્થીઓ માટે પીએફમાંથી રકમ ઉપાડવા અને પેન્શન નિર્ધારણ જેવી આધારકાર્ડ સાથે સંકળાયેલી સેવાઓ શરૂ કરવામાં આવશે. તેનો હેતુ લાભાર્થીઓના લાભ માટે લેવડ-દેવડને ત્વ‌િરત રીતે અમલમાં મૂકવામાં આવે તે માટેનો છે. દોઢ કરોડ ઈપીએફઓ લાભાર્થીઓનાં ઈપીએફ ખાતાં આધારકાર્ડ સાથે સંકળાયેલાં છે અને સંગઠન માટે બાકીના અઢી કરોડ લાભાર્થીઓને આ સુવિધા સાથે જોડવાનો પડકાર છે. આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ, 31 માર્ચ, 2017 સુધીમાં ઓનલાઈન સેવા અમલમાં મૂકી શકાય.

You might also like