પીએફ પર ૮.૮ ટકા વ્યાજ મળશેઃ અાજકાલમાં જાહેરાત

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ) વર્ષ ૨૦૧૬-૧૭ માટે પીએફ પર ૮.૮ ટકા વ્યાજદરની જાહેરાત કરે તેવી શક્યતા છે.  આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર વ્યાજદર ૮.૮ ટકા રહે તેવી શક્યતા છે. જે ગત વર્ષે નક્કી કરવામાં આવ્યાે હતાે. આ ઉપરાંત ઈપીએફઓ વહીવટી ખર્ચ ઘટાડીને કુલ વેતન પર ૦.૬૫ ટકા કરવાના પ્રસ્તાવ અંગે પણ વિચારણા કરી શકે તેમ છે, જે હાલ ૦.૮૫ ટકા છે. તેનાથી ઈપીએફઓ હેઠળ આવતા લગભગ છ લાખ લાભાર્થીઓને વર્ષે ૧૦૦૦ કરોડની બચત થશે.

આ અંગે કેન્દ્રીય ભવિષ્યનિધિ કમિશનર વી. પી. જોયે જણાવ્યું કે ૨૦૧૬-૧૭ માટે વ્યાજ દર નક્કી કરવાનાે પ્રસ્તાવ ઈપીએફઓની ઉચ્ચ કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ (સીબીટી)ની બેઠકના એજન્ડામાં સામેલ છે. જેનું નેતૃત્વ શ્રમપ્રધાન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઈપીએફઓ હાલ ચાલુ વર્ષ માટે આવકના અનુમાન પર કામ કરી રહ્યું છે. આ પ્રસ્તાવને સીબીટી સમક્ષ રજૂ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like