આજે EPFOમાં રિટાયર્ડ થયા પછી વીમો ચાલુ રાખવા મંજૂરી અપાશે

નવી દિલ્હી: કર્મચારી ‌ભવિષ્ય નિધિ સંગઠનના કર્મચારીઓ માટે આજે એક ખુશખબર આવવાની છે. કર્મચારીઓ માટે આ ઠરાવમાં તેમની નોકરી પૂરી થઇ ગયા પછી પણ ત્રણ વર્ષ સુધી વીમા રક્ષણ આપવામાં આવે તેવી માગણી કરાઇ છે. ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટની (સીબીટી) મંગળવારે બેઠક યોજાવાની છે જેમાં આ ઠરાવને મંજૂરી આપવામાં આવી શકે છે.

બેઠકના એજન્ડા મુજબ સીબીટી એક બીજા પ્રસ્તાવ પર પણ વિચાર કરશે જે મુજબ એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિન્કડ ઇન્શ્યોરન્સ (ઇડીએલઆઇ) સ્કીમમાં પણ સંશોધન કરવામાં આવશે. જેમાં કર્મચારીઓને રિટાયર્ડમેન્ટના ત્રણ વર્ષ પછી પણ સ્કીમમાં જોડાઇ રહેવાનો વિકલ્પ મળશે. જેમાં યોગદાનની રકમ પણ ઓછી હશે. અત્યારના સમયે ઇડીએલઆઇમાં ૩.૬ લાખ રૂપિયાનો વીમો મળે છે.

You might also like