રપ,૦૦૦ સુધીના પગારદારોને EPFOની યોજનાનો લાભ મળશે

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પોતાના સામાજિક સુરક્ષા કાર્યક્રમ માટે ૧૯ ડિસેમ્બરથી પગારની વર્તમાન મર્યાદા માસિક રૂ.૧પ,૦૦૦થી વધારીને રૂ.રપ,૦૦૦ની કરવાના પ્રસ્તાવનેે મંજૂરી આપી શકે છે. EPFOનાં આ પગલાં દ્વારા સામાજિક સુરક્ષાના દાયરામાં પ૦ લાખ લોકો આવી જશે, જેમાં મોટા ભાગના સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે. અત્યારે સંગ‌ઠિત ક્ષેત્રના લગભગ ચાર કરોડ લોકો ઇપીએફઓના દાયરામાં આવે છે. શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયની અધ્યક્ષતામાં ઇપીએફઓની ટોચની નિર્ણાયક સંસ્થા કેન્દ્રીય ટ્રસ્ટ બોર્ડ (CBT)ની ૧૯ ડિસેમ્બરે યોજાનારી બેઠકનો આ એજન્ડા રહેશે.

૧૯ ડિસેમ્બરની આ બેઠકમાં ઇપીએફઓની પ્રોવિડન્ટ ફંડ, ગ્રૂપ ઇન્સ્યોરન્સ અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા કાર્યક્રમના દાયરામાં લાવવા માટે માસિક પગાર મર્યાદા રૂ.૧પ,૦૦૦થી વધારીને રૂ.રપ,૦૦૦ કરવાની દરખાસ્ત પર ચર્ચા-વિચારણા થશે અને તેને મંજૂરી મળી શકે તેમ છે. અત્યારે માસિક રૂ.૧પ,૦૦૦નો પગાર મેળવનાર કામદારો અને કર્મચારીઓને EPFOની સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મળે છે.
http://sambhaavnews.com/

You might also like