15000 માસિક આવક હોય તો 31 માર્ચ સુધી કરાવો આધાર,EPF અને KYC

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 15,000ની માસિક આવક ધરવાતા કર્મચારીઓને 31 માર્ચ સુધી પોતાના EPF, આધાર કાર્ડ અને KYC કરવું ફરજિયાત બન્યું છે. તમે કોઇ પણ નોકરી સાથે જોડાયેલા હોવ, પણ આ કામ કરવું જરૂરી છે. આ તમારા માટે કેન્દ્ર સરકારની ભવિષ્ય નીધી યોજના છે. જેનો ફાયદો તમને રિટાયરમેન્ટ પછી, આવક બંધ થઇ જાય ત્યાર બાદ અને મૃત્યુ પછી તમારા પરિવારને પ્રાપ્ત થશે.

EPFની પાંચ મહત્વની બાબતો

  • આ કેન્દ્ર સરકાર દ્વારા નોકરી કરતા લોકો માટે સોશિયલ સિક્યોરિટી સ્કીમ છે.
  • જો તમારી સેલરી 15,000 રૂપિયા પ્રતિ માસ હોય તો આ સ્કિમમાં ફરજીયાત પણે જોડાવવું પડશે.
  • જો તમે નોકરી કરો છો તો તમારી કંપની તમારી સેલરીમાંથી એક ભાગ કાપીને તમારા ઇપીએફ ખાતમાં નાખશે.
  • આ પૈસાને કેન્દ્ર સરકારના એ ફંડમાં એડ કરવામાં આવશે અને જરૂરિયાતના સમયે વ્યાજ સહિત આ પૈસાનો આપ ઉપયોગ કરી શકો છો.
  • તમારી કંપની તમને ઇપીએફ એકાઉન્ટ નંબર આપશે. આ એકાઉન્ટ નંબર પણ તમારા માટે બેંક એકાઉન્ટ નંબર જેવો જ રહેશે, કારણકે તેમાં તમારા ભવિષ્ય માટે પૈસા પડ્યા રહેશે.

 

અનેક કંપનીમાં કામ કર્યું હોય તો લો UAN નંબર

UAN નંબરનો ફાયદો એ છે કે તમે EPF નંબર જાતે ઓપરેટ કરી શકો છો. જરૂત પડવા પર કોઇ અન્ય ખાતાની જેમ આ ભવિષ્ય નીધી ખાતામાંથી પણ પૈસા નિકાળી શકો છો. તમે તમારો UNA નંબર તે કંપની પાસેથી લઇ શકો છો કે જ્યાં તમે નોકરી કરી રહ્યાં હોવ. નોકરી ન કરી રહ્યાં હોવ અને યોજનામાં જોવાના માંગતા હોવ તો સીધો જ EPFO સંસ્થામાંથી તેને પ્રાપ્ત કરી શકો છો.

આ રીતે કરો UAN નંબરને આધાર સાથે કરો લિંક (KYC)

તમે તમારા મોબાઇન નંબરથી EPFO પર રજિસ્ટર કરો. રજિસ્ટ કરવા માટે કંપની પાસેથી પ્રાપ્ત થયેલ UAN નંબર આપવો પડશે. EPFOની વેબસાઇ પર લિંક (www.epfindia.gov.in) કે મોબાઇ એપ દ્વારા તમે તમારો આધાર નંબર એડ કરી શકો છો. આ પ્રક્રિયાના એક સપ્તાહની અંદર તમારો UAN નંબર, આધાર અને મોબાઇલ નંબર લિંક થઇ જશે. આ સાથે જ તમારે તમારા બેંક એકાઉન્ટ નંબર અને પેન કાર્ડ પણ આપવાના રહેશે.

આ પ્રક્રિયાને પૂરી કરવા સાથે ભવિષ્ય નિધી ફંડ સાથે ખાતાની KYC જરૂરી છે. તમારી ઓળખ તમારા ભવિષ્ય નીધિ ખાતા સાથે થશે. હવે જ્યારે તમે આ ખાતામાંથી પૈસા નિકાળો અથવા તો બેલેન્સ ચેક કરવા માટે EPFની વેબસાઇટ અથવા તો મોબાઇલ એપ દ્વારા કરી શકો છો. આ ખાતાના પૈસા તમે જમીન કે ઘર ખરીદવા, બાળકોના અભ્યાસમાં. બિમારીના સમયમાં, જીવન વીમા પોલીસી ખરીદવા માટે, પોતાના કે પરિવારમાં કોઇના લગ્ન હોય તે સમયે ઉપાડી શકો છો.

http://sambhaavnews.com/

You might also like