પર્યાવરણદિન નિમિત્તે વૃક્ષારોપણ

રોટરી ક્લબ, પ્રહલાદનગર અને અાઈટીસી ફોર્ચ્યુન પાર્ક હોટેલના ઉપક્રમે કર્ણાવતી ક્લબની પાછળના ભાગે અાવેલી મહંમદપુરા અાંગણવાડી અને પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં અાવી હતી. જેમાં ફોર્ચ્યુન પાર્કના જનરલ મેનેજર વિક્રમ ફાલોદિયા, રોટરી ક્લબ પ્રહ્લાદનગરના પ્રેસિડેન્ટ અને ‘માય અોન સ્ટ્રીટ’ પ્રોજેક્ટના કમિટી મેમ્બર મનીષ કેડિયા, સી.એસ. નાયડુ, પુષ્પા બિન્દલ સહિતના મહાનુભાવો અને અગ્રણીઅો દ્વારા અાંગણવાડીના પ્રાંગણમાં ૮૦થી વધુ છોડ-રોપા વાવવામાં અાવ્યાં હતાં.

You might also like