3 વર્ષ બાદ અભિષેક દેખાશે પડદા પર, જોવા મળ્યો અદભૂત લુકમાં

ખાસા લાંબા અરસા સુધી ફિલ્મી પડદાથી ગાયબ અભિષેક બચ્ચન ફરી કેમેરાની સામે આવવા જઈ રહ્યા છે. એક વાર ફરી અભિષેક સ્ક્રિન પર દેખાવા જઈ રહ્યા છે. તેમને તેમની આવનારી ફિલ્મ મનમર્ઝિંયાની શૂટિંગ કશ્મીરમાં ચાલુ કરી દીધી છે.

 

અભિષેક બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે શૂટિંગ દરમિયાન લેહમાં જોવા મળી રહ્યા છે. અભિષેકે મીડિયાને કીધુ હતુ કે મારૂ બાળપણ કશ્મીરમાં નિકળ્યુ છે. ખાસ કરીને આજ જગ્યા પર, હુ વર્ષો પછી આવ્યો છુ. આ પહેલી વાર છે કે, જ્યારે મે શ્રીનગર અને સોનમાર્ગની પાસે શૂટિંગ કરી છે. આ મારી માટે ઘણુ યાદગાર સાબિત થશે, કારણ કે અહિયા હુ મારા પિતા સાથે આવતો હતો, જ્યારે તે તેમની ફિલ્મની શૂટિંગ માટે ત્યાં જતા હતા. આ સાચેયમાં ધરતી પરનો સ્વર્ગ છે. આ તેટલુ જ સુંદર છે જેટલુ પહેલા હતુ.

 

અભિષેકે કીધુ કે, ત્યાં પ્રોડક્શન માટે મળનારી સુવિધાઓ અજભૂત છે. અમે લોકોએ ઘણી ફિલ્મો શૂટ કરી છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અસંખ્ય ફિલ્મોનુ શૂટિંગ ત્યાં થયેલુ છે. આ ટ્રેન્ડ આગળ પણ ચાલતુ રહેશે.

You might also like