વસંત ઋતુમાં આ ખૂબસુરત બગીચાઓનો ઉઠાવો આનંદ…

ભારતમાં હાડ કાંપતી ઠંડીની ઋતુ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં જ અલવિદા કહેનારી છે. ઠંડીની ઋતુ પછી ખૂબસૂરત ‘વસંત ઋતુ’નું આગમન થશે. આ દરમિયાન ફુલ-પાંદડીની જગ્યા નવા પુષ્પ આવશે. જાણે પ્રકૃતિ જૂના વસ્ત્ર ત્યાગ કરી નવા વસ્ત્ર ધારણ કરશે. પ્રકૃતિના આ ખૂબસુરત બદલાવની સાથે-સાથે મહસૂસ કરી શકાય છે.

જો તમે વસંત આગમન સાથે, પ્રકૃતિના રંગની રંગાવા ઇચ્છતા હો તો આ જગ્યાઓ પર આનંદ ઉઠાવો.

શાલીમાર બાગ ભારતની ખૂબસૂરત એતિહાસિક જગ્યામાંથી એક છે, જેનું નિર્માણ મુગલ કાળ દરમિયાન થયો. શ્રીનગર સ્થિત આ ખૂબસૂરત બગીચો મુગલ બાદલશાહ જહાંગીરે 1619માં બનાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે પાંદડાના રંગ બદલતા પતઝડના મોસમમાં આ બાગ ઘણો આકર્ષક નજરે પડે છે. આ બાગ અલગ-અલગ નામથી ઓળખાય છે.

ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલ ‘ચોબાટિયા ગાર્ડન’ એશિયાના મનપસંદ મોટા ફ્રૂટનો બગીચો છે. જ્યાં ઘણા અલગ-અલગ પ્રકારના ફળોનું ઉત્પાદન થાય છે. આ બાગ પહાડી પર્યટન સ્થળ રાનીખેત થી 10 કીમી દૂર પર આવેલ છે. ફળોથી યુકત આ બગીચાને જોઇ પ્રવાસીઓ ઘણા ખુશ થાય છે. એક વિગત પ્રમાણે આ બગીચામાં 36 પ્રકારના સફરજનનું ઉત્પાદન થાય છે.

કર્ણાટકના મૈસૂરમાં સ્થિત વૃંદાવન ઉદ્યાન દક્ષિણ ભારતના ખૂબસુરત પ્રાકૃતિક સ્થળોમાંથી એક છે. કૃષ્ણસાગર ડેમ પરનું ઉદ્યાન પ્રવાસીઓમાં ઘણું જ લોકપ્રિય છે. આ બાગ 1927માં બનવાનો શરૂ થયો હતો અને 1932માં સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયો હતો. 60 એકરમાં ફેલાયેલા આ બગીચાનાવ વિકાસની કલ્પના મૈસૂર રાજ્યના દીવાન ‘સર મિર્જા ઇસ્માઇલ’ કરી હતી.

આગરા સ્થિત આવેલ મેહતાબ બાગ, મુગલ સમય દરમિયાન બનાવામાં આવેલ બગીચામાંનો એક સુંદર બગીચો છે. જેને તાજમહલની વિરુધ્ધ બીજા કિનારા પર બનાવામાં આવ્યો છે. મેહતાબ બાગમાં ફૂલો તેમજ ઝાડની ઘણી અલગ-અલગ પ્રજાતિઓને ઉગાડવામાં આવી છે. આ બાગ ‘ચાંદની બાગ’ તરીકે પણ જાણીતો છે.

દિલ્હી સ્થિત લોધી ગાર્ડન ભારતના ઐતિહાસિક ઉદ્યાનોમાંનું એક છે. આ ખૂબસુરત સ્મારકનું નિર્માણ 15 અને 16મી સદીમાં લોધી શાસકો દ્વારા થયું છે. લોધી ગાર્ડન હૂમાયું ના મકબરાથી ત્રણ કીમી દૂર પર આવેલ છે. તમે અહીં ઐતિહાસિક સ્મારક જેમ કે મોહમ્મદ શાહ મકબરા, સિંકદર લોધી મકબરા જોઇ શકો છે.

કાશ્મીર માટે કહેવામાં આવે છે કે જો ધરતી પર કાંઇ સ્વર્ગ છે તો એ અહીં અને અહીં જ છે. જો તમે કાશ્મીરમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો અહી એશિયાના સૌથી મોટા ‘ટ્યૂલિપ ગાર્ડન’ને જોવાનું ભુલશો નહીં. આ ગાર્ડનમાં ઘણી બધી બોલીવુડની ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

You might also like