વરસાદની ભરપૂર મજા લેવા માટે ભારતના આ શહેરોમાં લો મજા

વરસાદની સિઝનમાં ભરપૂર મજા લેવાનું દરેક શહેરમાં શક્ય બનતું નથી. ઘણા બધા શહેરોમાં વરસાદના કારણે રસ્તા પર જામ થવા લાગે છે અને સોસાયટીઓમાં કાદવ-કીચડની સમસ્યા પેદા થાય છે. આ સમસ્યાના કારણે વરસાદની મજા આવતી નથી. તો આજે અમે તમને જણાવીએ છીએ કે ભારતના આ શહેરોમાં તમે વરસાદની મજા ભરપૂર માણી શકો છો.

શિમલા
જો તમે ચોમાસામાં શિમલા જાવ છો તો તમારા માટે અહીંનો વરસાદ ભૂલવો મુશ્કેલ સાબિત થશે. શિમલામાં વરસાદ વખતે એવું લાગે છે કે જેમ કે વાદળ આપણી બાજુમાંથી પસાર થઇ રહ્યા છે. વરસાદમાં રસ્તા પર દુકાનોમાં ચા પીવાનો તમને એક અલગ અહેસાસ આપશે.

shimla

ઉદેયપુર
ઝીલોનું શહેર ઉદેરપુર વરસાદના સમયે ખૂબસુંદર લાગે છે. જો તમે કોઇ પહાડી વિસ્તારમાં જવા ઇચ્છતા નથી તો વરસાદની સિઝનમાં ફરવા માટે ઉદેપુર જવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ શહેરોમાં હાલમાં ઝીલ ઉપરાંત કિલ્લા અને લક્ઝરી રિસોર્ટ્સ તમારી યાત્રાને ખૂબ યાદગાર બનાવી શકે છે.

udipur

નગ્ગર
તમે મનાલી જઇ ચૂક્યા છો અને એ ઉપરાંત તમે ક્યાંય બીજે જવા ઇચ્છો છો તો તમે નગ્ગર જઇ શકો છો. મનાલીમાં પર્યટકોની ભીડ હોય છે એ નગ્ગરમાં નહીં મળે. અહીંની શાંતિ સાથે વરસાદની સિઝનમાં પ્રકૃતિનો અહેસાસ તમે સરળ રીતે ભૂલી શકશો નહીં.

naggar

કસોલ
ખૂબ જ શાંતિ અને સુંદર કસોલમાં વરસાદ દરમિયાન તમે કોઇ દિવસ ભૂલી ના શકો એવો અહેસાસ થશે.

kasol

લંઢોર
મસૂરીની પાસે આવેલ લંઢોરને વરસાદમાં ફરવા માટે એક સારી જગ્યા માનવામાં આવે છે. લંઢોર જઇને તમે વરસાદમાં ચ્હાની ચુસ્કી અને ગરમ આમલેટની સાથે પ્રકૃતિને નિહારી શકો છો.

landour

જેસલમેર
વરસાદની મજા લેવા માટે તમે જેસલમેર પણ જઇ શકો છો. દિલ્હીથી આવતી વખતે જેસલમેરની આસપાસની વિસ્તારોમાં વરસાદમાં નાચતાં મોર જોઇને તમને ખૂબ સારું લાગશે.

jesalmeour

અમૃતસર
વરસાદની સિઝનમાં તમે અમૃતસર જઇ શકો છો. અહીંયા આવેલું સુવર્ણ મંદિરની સુંદરતા તમારા મનને અલગ શાંતિ આપશે. આ ઉપરાંત અમૃતસરમાં તમે ખાવાની મજા પણ માણી શકો છો.

amritsar

http://sambhaavnews.com/

You might also like