યાદશક્તિ વધારવા ફુદીનાવાળી ચા પીઓ

728_90

નાની-મોટી વાતો યાદ રાખવાની ક્યારેક તકલીફ પડતી હોય છે. અા માટે સૌથી પહેલાં તો મગજને એલર્ટ રાખવાની જરૂર છે. તે માટે બીજું કંઈ પણ કરો તે પહેલાં ફુદીનાની ચા પીવાનું શરૂ કરો. તેનાથી લોન્ગટર્મ મેમરી અને વર્કિંગટર્મ મેમરી સુધરે છે. બ્રિટનની એક યુનિવર્સિટીના સંશોધકોએ કેટલાક લોકો પર પ્રયોગ કર્યો હતો. તેમાં કેટલાક લોકોને ફુદીનાવાળી ચા પીવડાવવામાં અાવી. સંશોધન બાદ તેમણે જણાવ્યું કે ફુદિનાથી મગજ ઉત્તેજિત થઈને એક્ટિવ થઈ જાય છે. બ્રિટિશ સાઈકોલોજિકલ સોસાયટીએ અભ્યાસમાં જણાવાયું કે વાંચતા પહેલાં અથવા તો મેમરી શાર્પ રહે તેવું ઈચ્છતા હોઈએ તો ફુદીનાના પાન ઉકાળીને બનાવેલી ચા પીવાથી મગજ એલર્ટ રહે છે અને લાંબા સમય સુધી વાંચેલું, જોયેલું તેમજ સાંભળેલું યાદ રહે છે.

You might also like
728_90