અંગ્રેજી-હિન્દી માધ્યમ સ્કૂલોમાં ભણાવાશે ગુજરાતી, ‘કલકલિયો’ અને ‘બુલબુલ’ પુસ્તક તૈયાર

શિક્ષણ વિભાગ દ્વારા અંગ્રેજી અને હિન્દી માધ્યમ સ્કૂલોમાં ગુજરાતીના નવા પાઠય પુસ્તકો ભણાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1 અને 2માં ગુજરાતીના નવા પાઠય પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્કૂલોમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરાતા આ નવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ બોર્ડની સ્કૂલોએ ગુજરાતી ભાષા ભણાવવી પડશે.

જેના માટે કલકલિયો અને બુલબુલ નામના બે પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં ઉખાણા અને કવિતા વગેરેનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેથી બીજા સત્રથી નવા પાઠય પુસ્તકો ભણાવાશે.

You might also like