‘ઓબામાના આંસુ ખોટા હતા, રોવા માટે ડુંગળીનો ઉપયોગ કર્યો હતો!’

ન્યુજર્સી: અંગ્રેજી ન્યુઝ ચેનલ ફોક્સે ઓબામાના આંસુઓ પર એક મોટો ખુલાસો કર્યો છે. ફોકસ ન્યુઝે એવો દાવો કર્યો છે કે ઓબામાના આંસુ ખોટા હતા. આંસુ કાઢવા માટે તેમણે કાચી ડુંગળીનો ઉપયોગ કર્યો હતો. નોંધનીય છે કે પાંચમી જાન્યુઆરીએ ઓબામાએ વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો જેમાં તેમની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા.

ઓબામાએ પોતાના આ સંબોધનમાં ગન કલ્ચર પર લગામ લગાવવા માટે કડક કાયદો બનાવવાની અપીલ કરી હતી. ઓબામાએ બાળકોને યાદ કરતાં કહ્યું હતું કે, જ્યારે પણ હું તે બાળકો વિશે વિચારું છુ ત્યારે પાગલ થઇ જાઉં છું. આટલું કહેતાની સાથે જ તેમની આંખોમાંથી ચાર ધારો થઇ હતી. જોકે હવે ફોકસ ન્યુઝે એવો દાવો કર્યો છે કે તેમના આ આંસુ ડુંગળીને કારણે આવ્યા હતા.

You might also like