શરમજનક… છાકટા બનેલા અંગ્રેજ ક્રિકેટર્સ રસ્તા પર ‘સેક્સ ટોય’થી રમ્યા

એમ્સ્ટર્ડમઃ ઈંગ્લેન્ડનો સ્ટાર ખેલાડી જોસ બટલર એમ્સ્ટર્ડમના રસ્તાઓ પર ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરતો અને સેક્સ ટોયને બોલની જેમ હવામાં ઉછાળી રમતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. બટલરની સાથે ઈંગ્લેન્ડની વન ડે ટીમનાે કેપ્ટન ઇયોન મોર્ગન, ફાસ્ટ બોલર સ્ટિવ ફિન પણ જોવા મળ્યા હતા. આ ખેલાડીઓ પોતાના મિત્રો સાથે હસી મજાક કરતાં પણ ક્લિક થયા હતા. તમામ લોકો દારૂ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું. આ દરમિયાન તેમણે કોલગર્લ સાથે વાતો કરી હતી. ઈંગ્લેન્ડ ટીમના ડિરેક્ટરે ખેલાડીઓને જાહેરમાં પોતાનાં વર્તન પર કાબૂ રાખવાની સલાહ આપી હતી, પરંતુ આ ઘટનાના બે દિવસ બાદ બટલર, મોર્ગનની આ હરકતને કારણે વિવાદ પેદા થયો છે. બટલરની આ પાર્ટીમાં જો રૂટ અને સ્ટુઅર્ટ બ્રોડ પણ જોડાવાના હતા, પરંતુ ડિરેક્ટર એન્ડ્રયુ સ્ટ્રાઉસની સલાહ બાદ બંન્નેએ આ પાર્ટીમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો હતો.

You might also like