ક્રિકેટમાં ૨૭૨ વર્ષ જૂની ટોસની પરંપરા ખતમ

લંડનઃ પાછલાં ૨૭૨ વર્ષથી ચાલી આવતી ટોસની પરંપરાને છેવટે ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટે ખતમ કરી નાખવાની શરૂઆત કરી દીધી છે. ઈંગ્લિશ કાઉન્ટીએ ૨૭૨ વર્ષ જૂના ટોસને ખતમ કરવાનો નિર્ણય લઈ લીધો છે. હવે અમલી બનાવાયેલા નવા નિયમો અનુસાર મહેમાન ટીમને પહેલાં બોલિંગ કરવાની તક અપાશે, જો તેઓને પહેલાં બોલિંગ કરવામાં વાંધો હોય ત્યારે જ ટોસનો ઉપયોગ કરાશે.

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ અને ક્રિકેટર એન્ડી ફ્લાવરે કહ્યું, ”કાઉન્ટી મેચમાં પીચ મીડિયમ પેસર્સ બોલર્સને મદદ કરતી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આનો ફાયદો ઓછો દેખાઈ રહ્યો છે. આની પાછળ અસલી કારણ પીચ છે અને આ જ કારણે બેટ્સમેન સારી સ્પિન બોલિંગ સામે રમી શકતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચમાં પીચ સંપૂર્ણપણે અલગ રહેતી હોય છે અને આવા બોલરની મદદથી તમે મેચ જીતી ના શકો.”

નવા નિયમથી ઘરેલુ ફાયદો ઉઠાવવા પર રોક લાગી જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી યજમાન ટીમ ક્રિકેટને ધ્યાનમાં રાખીને સારી પીચ તૈયાર કરશે. સાથે જ આનાથી ક્રિકેટની રમતને સારા બોલર પણ મળશે. ક્રિકેટની સાથે જ ટોસનો ઉપયોગ લગભગ દરેક રમતમાં થાય છે. હંમેશાં મોટા ભાગે ઘરેલુ ટીમને મદદ કરતી પીચ તૈયાર થાય છે, જેનું તાજું ઉદાહરણ ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં જોઈ શકાય છે

You might also like