ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં પાક.ને હરાવી ટી-૨૦ શ્રેણી ૩-૦થી જીતી લીધી

શારજાહઃ પ્રવાસી ઈંગ્લેન્ડે અતિ રોમાંચક બનેલી ત્રીજી ટી ૨૦ મેચમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી મેચ અને શ્રેણી જીતી લીધી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની ટીમે પણ નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૪ રન કરતા મેચ ટાઇ થઈ હતી. પરિણામ માટે સુપર ઓવરનો નિર્ણય લેવાતા ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં પાકિસ્તાનને પછાડી શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી.

ગઈ કાલે ૫૪ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૫ રન બનાવનાર શોએબ મલિકને મેન ઓફ ધ મેચ અને ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન વિન્સને શ્રેણીમાં સુંદર પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. સુપર ઓવરમાં ઈંગ્લેન્ડના બોલર જોર્ડને પાકિસ્તાનને ત્રણ જ કરવા દીધા હતા.

ઈંગ્લેન્ડઃ
રોય એલબી બો. યામિન ૦૦
વિન્સ કો. ઉમર બો. સોહૈલ ૪૬
રૂટ બો. આફ્રિદી ૩૨
મોઇનઅલી કો એન્ડ બો. આફ્રિદી ૦૦
મોર્ગન કો. શોએબ ૧૫
બટલર રનઆઉટ ૦૨
બિલિંગ્સ કો. ઉમર બો. અનવર ૦૭
વોએકસ કો. ઉમર બો. સોહૈલ ૩૭
વિલી અણનમ ૦૩
જોર્ડન અણનમ ૦૦
વધારાના ૧૨
કુલ (૨૦ ઓવરમાં આઠ વિકેટે) ૧૫૪

પાકિસ્તાનઃ
શેહઝાદ બો. વિલી ૦૪
રફાતુલ્લાહ એલબી બો. વિલી ૦૦
હફીઝ રનઆઉટ ૦૧
શોએબ કો. બિલિંગ્સ બો. વોએકસ ૭૫
રિઝવાન કો એનડ બો. રશીદ ૨૪
ઉમર કો. જોર્ડન બો. મોઇન ૦૪
આફ્રિદી બો. વિલી ૨૯
સોહૈલ અણનમ ૧૦
અનવરઅલી અણનમ ૦૦
વધારાના ૦૭
(કુલ ૨૦ ઓવરમાં સાત વિકેટે) ૧૫૪

You might also like