ઈંગ્લેન્ડે રેકોર્ડ અંતરથી વિન્ડીઝને હરાવી ૩-૦થી શ્રેણી જીતી લીધી

બ્રિજટાઉનઃ અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે મેચમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝને ૧૮૬ રનના રેકોર્ડ અંતરથી હરાવીને ઈંગ્લેન્ડે શ્રેણી પર ૩-૦થી કબજો કરી લીધો. રનના હિસાબથી આ ઈંગ્લેન્ડની પાંચમી સૌથી મોટી જીત છે અને વિન્ડીઝને આ જ કારણે વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો. શ્રેણીમાં કારમા પરાજય બાદ વિન્ડીઝને ૨૦૧૯ના વિશ્વકપમાં સીધા ક્વોલિફાય થવાના અભિયાનને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી કરનારા એલેક્સ હેલ્સને તેની સદી (૧૧૦ રન) માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ક્રિસ વોએક્સને શ્રેણીમાં (૮૧ રન અને સાત વિકેટ) શાનદાર દેખાવ કરવા બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. ગઈ કાલની મેચમાં હેલ્સ ઉપરાંત જોએ રૂટે પણ સદી (૧૦૧) ફટકારી હતી. ઈંગ્લેન્ડે નિર્ધારિત ૫૦ ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલાં ૩૨૮ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેની સામે વેસ્ટ ઇન્ડીઝની આખી ટીમ ૧૪૨ રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ૧૮૬ રનથી વિન્ડીઝનો પરાજય થયો હતો.

ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેસન રોય ફક્ત ૧૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાર બાદ એલેક્સ હેલ્સ (૧૧૦) અને અને જોએ રૂટ (૧૦૧) વચ્ચે ૧૯૨ રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી. હેલ્સે પોતાની વન ડે કરિયરની પાંચમી અને રૂટ (૧૦૧)એ કરિયરની નવમી સદી નોંધાવી હતી.

જીત માટે ૩૨૯ રનના લક્ષ્યનો જવાબ આપવા ઊતરેલી વિન્ડીઝની શરૂઆત જ બહુ ખરાબ રહી હતી અને ૧૭મી ઓવરમાં જ વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર છ વિકેટે ૪૫ રન થઈ ગયો હતો. વિન્ડીઝ તરફથી એકમાત્ર જોનાથન કાર્ટર જ અંગ્રેજ બોલિંગ આક્રમણનો સામનો કરી શક્યો હતો. તેણે ૪૬ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના ચુસ્ત બોલિંગ આક્રમણ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમનો દાવ ૩૯.૨ ઓવરમાં ૧૪૨ રનમાં જ સમેટાઈ ગયો હતો.

ઇંગ્લેન્ડઃ
જેસન રોય કો. હોલ્ડર બો. જોસેફ ૧૭
બિલિંગ્સ કો. નર્સ બો. જોસેફ ૧૧૦
રૂટ કો. બ્રાથવેઇટ બો. જોસેફ ૧૦૧
બટલર બો. હોલ્ડર ૦૭
મોર્ગન બો. નર્સ ૧૧
સ્ટોક્સ કો. બ્રાથવેઇટ બો. હોલ્ડર ૩૪
મોઇન અલી કો. એન્ડ બો. જોસેફ ૦૦
વોએક્સ કો. બિશૂ બો. હોલ્ડર ૧૩
પ્લન્કેટ રનઆઉટ ૧૧
રાશિદ રનઆઉટ ૦૯
ફિન અણનમ ૦૨
વધારાના ૧૩
કુલ (૫૦ ઓવરમાં ઓલઆઉટ) ૩૨૮
વેસ્ટ ઇન્ડીઝઃ
પોવેલ કો. હેલ્સ બો. ફિન ૦૬
લેવિસ કો. એન્ડ બો. વોએક્સ ૦૦
કે.બ્રાથવેઇટ કો. હેલ્સ બો. વોએક્સ ૦૫
હોપ કો. રૂટ બો. પ્લન્કેટ ૧૬
મોહંમદ બો. પ્લન્કેટ ૧૦
કાર્ટર કો. સ્ટોક્સ બો. ફિન ૪૬
હોલ્ડર કો. બટલર બો. પ્લન્કેટ ૦૦
સી.બ્રાથવેઇટ એલબી બો. સ્ટોક્સ ૦૭
નર્સ કો. પ્લન્કેટ બો. વોએક્સ ૦૬
બિશૂ કો. રોય બો. રાશિદ ૧૦
જોસેફ અણનમ ૨૨
વધારાના ૧૪
કુલ (૪૯.૨ ઓવરમાં ઓલઆઉટ) ૧૪૨

You might also like