આફ્રિકા સામે ઇંગ્લેન્ડનો બે વિકેટે રોમાંચક વિજય

ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડકપની રમાયેલ મેચમાં ટી-20 ઇતિહાસનો બીજો સૌથી વધુ લક્ષ્યાંકને ચેઝ કરીને દક્ષિણ આફ્રિકાને બે વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોઇ રુટે 83 તેમજ જેસન રોયનીએ 43ની આક્રમક ઇનિંગ્સ રમી હતી. શુક્રવારે રમાયેલ ટી-20 ક્રિકટ વર્લ્ડ કપમાં નવો ઇતિહાસ રચાયો હતો. ઇંગ્લેન્ડે સુપર-10 તબક્કાની ગ્રૂપ-1ની લીગ મેચમાં આફ્રિકાએ આપેલ 230 રનના લક્ષ્યાંકને આઠ વિકેટે ચેઝ કરી લીધો હતો. આમ ઇંગ્લેન્ડે ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઇપણ ટીમ દ્વારા સર્વાધિક રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 229 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેને ઇંગ્લેન્ડે બે બોલ બાકી રહેતાં આઠ વિકેટે 230 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. મેન ઓફ ધ મેચ બનેલા રૂટે 44 બોલમાં છ બાઉન્ડ્રી તેમજ ચાર સિકસર વડે 83 રન બનાવ્યા હતા. આ અગાઉ આફ્રિકા તરફથી અમલાએ 58 તેમજ ડી કોકે 52 રન બનાવી સંગીન શરૂઆત કરી હતી. તેમજ ડ્યુમિનીએ 28 બોલમાં 54 તેમજ મિલરે અણનમ 28 રન બનાવ્યા હતા.

You might also like